GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકા ભાજપ દ્વારા સાંસદ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે આદિમ જૂથના બાળકોને સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

 

ખેરગામ:કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિતે ખેરગામના પાણીખડક નિશાળ ફળિયા ખાતે રહેતા આદિમ જૂથના બાળકોને ક્રિકેટ કીટ,વોલીબોલ,કેરેમબોર્ડ,ફુલરેકેટ સહિતનું વિતરણ કરવામાં આવતા બાળકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી

નવસારી ના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર.પાટીલ ની આજરોજ રવિવાર ના દિને જન્મ દિવસ હોય ત્યારે તેમના જન્મ દિવસ ને ભાજપ ના કાર્યકરો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે ખેરગામ તાલુકા ભાજપ દ્વારા ખેરગામ તાલુકાના  પાણી ખડક ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા આદિમ જૂથના બાળકોને ક્રિકેટ કીટ, કેરેમ બોર્ડ,વોલીબોલ,ફુલરેકેટ સહિતનું વિતરણ કરવામાં આવતા બાળકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી હતી.સાથે તેમના વાલીઓના મોઢા ઉપર સ્મિત જોવા મળ્યું હતું,આ પ્રસંગે ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાંવિત,તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ,ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાડાવાલા, સરપંચ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ,પાણીખડક ગામના સરપંચ અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ કરસનભાઈ, પરેશભાઈ ગાયકવાડ,ભાવેશભાઈ વાઢુ,વિજયભાઈ રાઠોડ, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!