GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માળિયા હાઈવે પરથી પશુ ભરેલ બોલેરો ગૌરક્ષકની ટીમે ઝડપી પાડી
MORBI:મોરબી માળિયા હાઈવે પરથી પશુ ભરેલ બોલેરો ગૌરક્ષકની ટીમે ઝડપી પાડી
મોરબી માળિયા હાઈવે પરથી પશુ ભરેલ બોલેરો પસાર થવાની બાતમીના આધારે મોરબી ગૌરક્ષકની ટીમે તેને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ને બાતમી મળેલ કે કચ્છ બાજુથી માળીયા થી મોરબી તરફ એક બોલેરો પીકપ જીવ ભરીને લઈ જતા હોય જેના નંબર GJ.01.DY..1254 હોવાની બાતમીના આધારે અમનગર ગામ નજીક બોલેરો ગાડી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ભેસ નંગ ૩ દોરડા વડે બાંધી ક્રુરતા પૂર્વક ભરી ધાસચરાની સગવડ રાખ્યા વિના લઇ જવામાં આવતા હોવાતી ગૌ રક્ષકોએ પોલીસને કાર ને સોપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક લખમણભાઈ મછાભાઈ હુંડીયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે