AMRELI CITY / TALUKOGUJARATRAJULA

ડોક્ટરોના વહીવટી પ્રશ્નોનુ નિરાકરણ ના આવે તો ૭ એપ્રિલના રોજ માસ સીલ ઉપર જવાની તૈયારી

યોગેશ કાનાબાર રાજુલા

ગુજરાત રાજયમા ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોનુ નિરાકરણ ના આવે તો ૭ એપ્રિલના રોજ માસ સીલ ઉપર જવાની તૈયારી

ગુજરાત રાજયની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્લાસ ૨ મેડિકલ ઓફિસર એસોસિએશન,ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ઈએસઆઈએસના સંયુક્ત એસોસિએશન દ્વારા તબીબોના વણ ઉકેલ્યા વહીવટી પ્રશ્નો બાબતે ૨૦૨૨ ની શરૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ પાડેલ હતી તે સમયે સરકારશ્રી સાથે સમાધાન થયેલ અને તમામ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેવી બાહેધરી આપેલ.તે પૈકીના મોટાભાગના પ્રશ્નોનોનો નિકાલ કરવામાં આવેલ નથી.

વહીવટી પ્રશ્નોમા મુખ્યત્વે ૨૦૧૨,૨૦૧૪ અને ૨૦૧૬ માં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ છે અને તેમને ઉચ્ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે છતાંય ઉચ્ચતર પગારનો લાભ ન મળતા આર્થિક નુકસાન સહન કરવું પડે છે.તબીબોની સેવા સળંગ અંગે જે તે સમયે સમાધાન થયેલ તે વખતે સેવા સળંગ કરી આપવાની બાહેંધરી આપેલ હતી તેમાં મોટાભાગના તબીબોની સેવા સળંગ થયેલ નથી.દર વર્ષે તમામ કેડરમા સિનિયોરિટી લિસ્ટ બહાર પડતું હોય છે પરંતુ આરોગ્ય વિભાગમા ૨૦૧૬ પછી સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ નથી.

ડેન્ટલ તબીબી કેડરમાં ભરતી સમયેના નિયમો એક જ હોય છે મેડિકલ કોલેજમાં ભરતી થાય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો મેડિકલ કોલેજ વાળા ડેન્ટલ તબીબોને ટીકુ આપવામાં આવે છે અને તે જ નિયમોથી ભરતી થયેલ અને દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા ડેન્ટિસ્ટો જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ કરે બજાવે છે તેમને ટીકુનો લાભ આપવામાં આવતો નથી.

વહીવટી પ્રશ્નોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે છ તબીબી અધિકારીઓની પોસ્ટ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ હેઠળ હોવી જોઈએ તે મુજબ હાલમાં ત્રણ તબીબોની સામે છ તબીબોની જગ્યા મંજૂર કરવી જોઈએ.આમ વહીવટી પ્રશ્નો બાબતે નિરાકરણ ન આવતા અમારા સંયુક્ત યુનિયને ૧૭ માર્ચના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય વિભાગના મંત્રીશ્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી પ્રશ્નોનું યોગ્ય ન્યાયિક નિરાકરણ લાવવા માટે જણાવેલ છે .જયારે ૧૮ માર્ચે દરેક જીલ્લામા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આપવા આવશે.

તબીબોના વહીવટી પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવે તો તારીખ ૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાતમાં તબીબો માસ સીએલ ઉપર જશે તેવી રજૂઆત કરવામા આવી હોવાનુ અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!