
વિજાપુર ગોવિંદપુરા ચોકડી નજીક અજાણ્યા વાહને સાયકલ ને ટક્કર મારતા સાયકલ સવાર નુ મોત
યુવક ઉપર વાહન નુ ટાયર ફરી વળ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા ચોકડી હિમતનગર હાઇવે ઉપર રવિવાર ની રાત્રીના દશ વાગ્યા ની આસપાસ રાધિકા હોટલ મા મજૂરી કરતા યુવક વિનુજી ઠાકોર વિસનગર વાળા હોટલ ઉપર થી સાયકલ લઇ કોઈ કામસર રાત્રીના નીકળ્યા હતા. સાયકલ ઉપર તેઓ ગોવિંદપુરા ચોકડીએ પોહચતાં કોઈ અજાણ્યા વાહને રાત્રીના અંધારા મા ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટતા પોલીસ મથકે મૃતક ના મોટા ભાઈ ઈશ્વરજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે. ગત રવિવારે રાત્રી ના રાધિકા હોટલ ઉપર વિનુંજી ઠાકોર વિસનગર વાળા છેલ્લા ત્રણ ચાર વર્ષ થી નોકરી કરતા હતા. રાત્રીના નવ વાગે તેઓ હોટલ ઉપર કોઈને કહ્યા વગર સાયકલ લઇ કોઈ કામસર નીકળ્યા હતા રાત્રીના દશ વાગે ખબર પડતાં અકસ્માત ની જગ્યા એ લોકો દોડી આવ્યા હતા. જ્યાં અકસ્માત ગંભીર હોવાથી પોલીસ ને જાણ કરતા પોલીસ પણ રાત્રીના આવી પોહચી હતી મૃતક ના અંગો છુંદાઈ ગયા હોવાથી તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવા મા આવ્યો હતો હોટલ ના માલિકે મૃતક ના મોટા ભાઈ ઇશ્વરજી ઠાકોરને ટેલિફોન કરી જાણ કરતા પરીવાર સિવિલ હોસ્પિટલ ખાતે આવી પોહચ્યો હતો. જ્યાં પોલીસે નિવેદનો લઈ પંચનામુ કરી અજાણ્યા વાહન ચાલક સામે મૃતક ના મોટા ભાઈ ઇશ્વરજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે. પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



