GUJARATJAMNAGAR CITY/ TALUKO

નવા કાયદાઓ માટે ગૌરવ છે-jmr dgp

આર.રાવ-સેમીનારમાં સમજણ આપી

જામનગર (ભરત ભોગાયતા)

 

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી, ગાંધીનગર ધ્વારા જામનગર જીલ્લામાં તથા દેવભૂમિ ધ્વારકા જીલ્લામાં નવા કાયદા અંગે તાલીમ સેમિનારનું જામનગર ખાતે સુંદર આયોજન થયુ હતુ જેમાં ડીજીપી જમન ભંડેરીના આમંત્રણને માન આપી બંને જિલ્લાના સરકારી વકીલો , પોલીસ અધીકારીઓ તેમજ આમંત્રીતો અને મીડીયા પર્સન્સ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

ખાસ કરીને જામનગર જીલ્લા મુખ્ય સરકારી વકીલ-ડીસ્ટ્રીક્ટ ગવર્મેન્ટ પ્લીડર dgp જમન ભંડેરી જેઓ સમર્પિત મુખ્ય જિલ્લા સરકારી વકીલ છે તેમના ન્યાય સંગત અભિગમ માટે તેઓ પ્રસિદ્ધ છે જિલ્લા કક્ષાના ટોચના સરકારી સ્થાન ગણાય તેમાં તેમનુ સ્થાન છે છતાય ખુબ જ લો પ્રોફાઇલ રહેનારા શ્રી ભંડેરીએ આ નવા કાયદા આવ્યા ત્યારથી અભ્યાસ કર્યો છે અને તેમના તાબા હેઠળના કાર્યક્ષેત્રમાં તેઓ સઘન માર્ગદર્શન આપતા રહ્યા છે સાધના-સરળતા અને ઉંડી સમજણના સમન્વય સમાન p.p. જમન ભંડેરી ન્યાયાલયની ગરીમા જાળવવાના આગ્રહી છે સાથે સાથે કાયદા સાથે સુસંગત પ્રણાલીની સ્થાપના કરવામાં તેમના કાર્યકાળમાં સફળ રહ્યા છે અને તે જ દિશામાં તેમના સફળ પ્રયાસો અવિરત છે દરમ્યાન તેમને જામનગરમાં યોજાયેલા સેમીનાર અંગે વિસ્તૃત વિગતો આપી હતી.

ડાયરેકટોરેટ ઓફ પ્રોસીકયુશન, ગૃહ વિભાગ, ગુજરાત રાજય ધ્વારા જામનગર ઝોન (જામનગર અને દેવભૂમિ ધ્વારકા જીલ્લા) માટે નવા કાયદાઓ-ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) અંગે તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય ૧ જુલાઈ, ૨૦૨૪ થી અમલી થયેલ આ ત્રણ નવા કાયદાઓ વિશે કાયદાકીય અધિકારીઓ, પોલીસ એજન્સી અને સરકારી વકીલોને માહિતગાર કરવાનો એક દિવસનો સેમીનાર હતો.

સેમીનારની શરૂઆત સવારે ૯:૦૦ કલાકે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ સેમીનારમાં મુખ્ય અતિથિ તરીકે ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશનના ડેપ્યુટી ડાયરેકટર શ્રી રાકેશ રાવ સાહેબ તથા તેમની સાથે વિમલભાઈ કાંટાવાળા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સરકારી વકીલો તથા હાજર પોલીસ અધિકારીઓને નવા અમલી થયેલ કાયદાઓમાં પોલીસ અને સરકારી વકીલોની શું ભૂમિકા છે અને કઈ રીતે પોલીસ એજન્સીએ ગુનાની તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ કઈ રીતે સરકારી વકીલોને ટ્રાયલ આગળ ચલાવવી જોઈએ. તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમીનારમાં સ્વાગત પ્રવચનમાં ડીજીપી શ્રી જમનભાઈ કે. ભંડેરીએ ઉપસ્થિત ડાયરેકટર સાહેબ તથા પધારેલ સૌનું સ્વાગત કર્યું હતું અને કાયદાઓ વિશે હાજર સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ કાયદાઓ અનુક્રમે સદીઓ જુના ભારતીય દંડ સંહિતા ગુલામીના પ્રતિક સમાન કાયદાઓ હતા. તેને આનુસાંગિક ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં પણ ફેરફાર કરવા આવશ્યક હતા. આ ત્રણેય કાયદાઓનો ઉદેશ્ય વિવિધ ગુનાઓ અને તેમની સજાઓને વ્યાખ્યાયિત કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપુર્ણપણે બદલવાનો છે.

નવા કાયદાઓનો ઉદેશ્ય આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા આપીને, રાજદ્રોહને નાબુદ કરીને અને અન્ય કેટલાક ફેરફારો સાથે રાજય વિરૂધ્ધ અપરાધ નામની નવી કલમ દાખલ કરીને બ્રિટીશ યુગના ઘણા કાયદાઓને સંપુર્ણ રીતે બદલવાનો છે.

ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ એ ભારતીય ન્યાયિક સંહિતા, ૨૦૨૩ નું સ્થાન લીધું છે. તેમાં રાજદ્રોહ દુર કરવામાં આવ્યો છે. પરંતુ અલગતાવાદ, વિદ્દોહ અને ભારતીય સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરૂધ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે આ કાયદામાં નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સગીરો પર ગેંગ રેપ અને મોબ લીચીંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે.

___________________

—-regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!