સરકારી પોલિટેકનિક રાજકોટ ખાતે રમતગમત સપ્તાહનો ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ
વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી સરકારી પોલીટેકનિક રાજકોટ ખાતે આગામી તા. ૧૭/૩/૨૦૨૫ થી ૨૧/૩/૨૦૨૫ ના સ્પોર્ટ્સ વીકનો શુભારંભ આજરોજ તા. ૧૭/૩/૨૦૨૫ ના ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજકોટ સીટી પોલીસના ઝોન-૧ ડી.સી.પી. શ્રી સજ્જનસિંહ પરમાર, રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી.ડી.ઓ. શ્રી ઇલા બહેન ગોહિલ, સરકારી ઇજનેરી કોલેજ રાજકોટના આચાર્ય શ્રી ડો. કે.જી.મારડિયા, બી.કે. મોદી ફાર્મસી કોલેજ રાજકોટના આચાર્ય શ્રી ડો. એ.વી.દુધરેજીયા, પીજીવીસીએલ રાજકોટના ડેપ્યુટી ઈજનેર શ્રી કે. એ. સ્વામીનારાયણ તથા થોરાળા પોલીસ સ્ટેશન રાજકોટના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એમ.ઝણકાટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગના ખાતાના વડાશ્રીઓ તેમજ અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અત્રેની સંસ્થાના કેમિકલ ખાતાના વડા તથા ઇન્ચાર્જ આચાર્ય શ્રી એ.ડી.સ્વામીનારાયણ દ્વારા સ્વાગત ઉદબોધન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ શ્રી સજ્જનસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ જેમાં ભણતરની સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી ઇલાબહેન ગોહિલ તથા શ્રી બી.એમ. ઝણકાટના એ પ્રાસંગિક ઉદબોધનમાં રમતગમત દ્વારા કૌશલ્યો, ટીમવર્ક અને સંકલન જેવા પાસાઓને કેળવી શકાય તેમ જણાવેલ. અંતે મીકેનીકલ ખાતાના વડાશ્રી તથા સમગ્ર સ્પોર્ટ્સ વીકના મુખ્ય કન્વીનર શ્રી ડો. એચ.આર. સાપરામેર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ વીકમાં ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. સંસ્થાના વિધાર્થીઓ દ્વારા બહોળી સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેવામાં આવશે. વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર રહેનાર વિધાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી એ.ડી.સ્વામીનારાયણ તથા સ્પોટ્ર્સ વીકના મુખ્ય કન્વીનર શ્રી ડો. એચ.આર. સાપરામેર તથા તેમની ટીમનો આભાર યજમાન સંસ્થાના આચાર્ય શ્રી ડો.એ.એસ. પંડયાનાઓ એ વ્યક્ત કર્યો હતો.