
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
આજ રોજ પ્રાથમિક શાળા ઊંડી તા. નેત્રંગ જીલ્લો. ભરૂચની શાળાના બાલવાટિકા અને ધોરણ- ૧ થી ૮ના કુલ ૯૬ બાળકોને શાળા પરિવાર તરફથી તમામ બાળકોને પ્લાસ્ટિકના બોટલ આપવામાં આવ્યા. વધતી ગરમીના પગલે શાળાના આચાર્ય તથા શાળા સ્ટાફ વતી બાળકોને બોટલનું વિતરણ કરી એક અનોખી ખુશી અને ભેટ આપવામાં આવી.


