રાજપીપળામાં શ્રી હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી ૧૩૪ પ્રકારના ભોગોનો મહા અન્નકૂટ
રાજપીપલા: જુનેદ ખત્રી
રાજપીપળામાં શ્રી હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ નગર યાત્રામાં મોટીસંખ્યામાં ભક્તો જોડાયા હતા
આજે મંદિર પરિસરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું પણ આયોજન કરાયું હતું ઉપરાંત એમ કહીએ કે ઇતિહાસમાં પ્રથમ વાર પોતે બનાવી ને ૧૩૪ પ્રકારની વાનગીઓ રાજપીપલા સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી માતાજીને મહા ભોગ તરીકે અર્પણ કરાઇ હતી
સમગ્ર મામલે સિધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બજારમાંથી વેચાતી ખાણી પીણીની ચીઝ વસ્તુઓ પ્રસાદી માં મૂકવામાં આવે છે પણ આ વર્ષે રાજપીપલા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં વાનગીઓ અમે પોતે બનાવીને તૈયાર કરી છે અને ૧૩૪ પ્રકારની વાનગી માતાજીને મહાભોગ અર્પણ કર્યો હતો