NAVSARIVANSADA

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ ફરી પૃથ્વી પર પહોંચે માટે શ્રી સત્ય સાંઈ વિદ્યાલય મહુવાસ ખાતે પ્રાર્થના કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ખાતે વિદ્યાલયના એમ.ડી. ડો.કમલેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ડાયરેકટર દિશાન્તભાઈ ઠાકોર પ્રિન્સીપાલ હર્ષાબેન ગર્ગે દ્વારા આયોજિત અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ  સહી સલામત પૃથ્વી પર ફરી આવે અને તેમનું આરોગ્ય સારું રહે એ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી  અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ કે જેઓ 8થી 10 કલાક માટે અંતરિક્ષમાં ગયા હતા પરંતુ સ્પેસક્રાફમાં કંઈક ખામી સર્જાતા તેઓ નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા અને ત્યાં રહીને જે સંશોધનો કર્યા એમના વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. લાંબા સમય સુધી શૂન્યાવકાશમાં રહેવાના કારણે જ્યારે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરશે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એમને કઈ કઈ તકલીફો વેઠવી પડશે એમના વિશે શાળાના શિક્ષક મનનભાઈ, વિષ્ણુભાઈ તેમજ દિવ્યાબેન દ્વારા સંપૂર્ણ માહિતી આપવાની સાથે સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પહોંચે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!