GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડના તિથલ રોડ પર માર્ટીનોઝ પિત્ઝામાંથી બે બાળ મજૂર મળી આવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ માલિકને નોટિફ ફટકારવામાં આવી

વલસાડ, તા. ૧૮ માર્ચ ;વલસાડ જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા તા. ૧૭ માર્ચના રોજ તિથલ રોડ પર આવેલી વિવિધ હોટલો અને દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમયે માર્ટીનોઝ પિત્ઝા (જ્યોતિ ફૂડ કોર્ટ)માં તપાસ કરતા બે તરૂણ શ્રમયોગી મળી આવ્યા હતા. જેથી આ સંસ્થાના માલિકની પૂછપરછ કરતા બંને તરૂણો ૧૮ વર્ષથી નીચેની ઉંમરના જણાતા સંસ્થાના જવાબદાર વ્યક્તિને બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ અને એ અન્વયેના ગુજરાત નિયમો, ૨૦૧૭ હેઠળ સરકારી શ્રમ અધિકારી દ્વારા ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ નિયમન અંગેની નોટીસ આપવામાં આવી હતી.

પ્રતિકાત્મક – તસ્વીર

Back to top button
error: Content is protected !!