AHAVADANG

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કેસબંધ ગામમાં પાણીની સમસ્યાનાં નિવારણ માટે સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કેસબંધ ગામમાં પાણીની સમસ્યાનાં નિવારણ માટે સ્થાનિકોએ પાણી પુરવઠા કચેરી આહવાના કાર્યપાલક ઇજનેર ને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતુ.ત્યારે આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સુબીર તાલુકાના કેસબંધ ગામે નીચલા ફળિયામાં હાલ ૩૦ જેટલા ઘરો આવેલા છે અને તેમાં આશરે ૧૨૫ જેટલા લોકો વસવાટ કરે છે. આ નીચલા ફળિયામાં રહેતા ઈસમ ઉંમરસીંગભાઈ તાન્યાભાઈ ઠેંગળના સર્વે નંબર-૮૧ વાળા ખેતરમાં પાણી પુરવઠા કચેરી,આહવા દ્વારા આજથી આશરે ૬ વર્ષ પહેલા સરકારી બોરવેલ કરીને તેમાં હેડપંપ નાંખવામાં આવેલ હતો અને તેમાંથી પુરા ગામને પાણી મળી રહેતુ હતુ.પરંતુ આ બોરવેલમાં છેલ્લા ૫ વર્ષથી  ગામના આ નીચલા ફળિયામાં રહેતા ઈસમ ઉમરસીંગભાઈ તાન્યાભાઈ ઠેંગળ દ્વારા આ હેડપંપ કાઢી નાંખીને તેમાં મોટર પંપ નાંખી પોતાની ખેતી કરે છે. અને પાણીના ટેન્કર મારફતે ગામમાં આશરે ૨૦૦/- રૂપિયાનું ટેન્કરદીઠ પાણી વેચાણ કરી ધંધો કરે છે. અને આ ટેન્કરવાળા ગામમાં આશરે રૂા.૮૦૦/- રૂપિયા જેટલાનું લોકોને પાણીનું વેચાણ કરે છે. અને આ તે રીતે હાલ ગામમાં પાણીની વિકટ સમસ્યા ઉભી કરેલ છે.અને આ ઇસમ દ્વારા સરકારી સંપતિનો નાશ કરીને, ૦/૯ સરકારી બોરવેલમાંથી ખેતી અને ધંધો કરી ગામના લોકોનું હાલે શોષણ કરી રહેલ છે.

આ બાબતે  ગામના સરપંચ તથા આગેવાનો અને અગ્રણીઓએ પણ આ નીચલા કળિયામાં રહેતા ઈસમ ઉંમરસીંગભાઈ તાન્યાભાઈ ઠેંગળને વારંવાર આ બાબતે રજૂઆત કરીને જણાવેલ છે કે, આ મોટર કાઢી લો અથવા ગામના લોકોને જરૂરીયાત મુજબ મફતમાં પાણી મળે તે માટે વ્યવસ્થા કરો.પરંતુ તે બાબતે આ ઈસમ એકના બે થવા તૈયાર નથી અને કહે છે કે, આ મારી જમીનમાં મારો બોર છે આમાં કોઈએ પણ મારી મોટર કાઢીને બીજી મોટર નાંખવી નહી અને હું તમને કોઈને પાણી પણ આપવાની નથી. તમારાથી થાય તે કરી લેવાની ધાકધમકીઓ આપી રહેલ છે.જેથી પાણી પુરવઠા વિભાગ ના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.તેમજ તાત્કાલિક સ્થળ તપાસ કરીને આ મોટર કાઢી/ કઢાવી આ જ બોરવેલમાં સરકારી નવો હેડપંપ ફીટીંગ કરીને  ગામના લોકોની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.વધુમાં  આ માથાભારે જે ઈસમ છે તેમણે જે સરકારી સંપતિનું નાશ કરીને, તેનો બોરવેલનો ઉપયોગ કરીને જે ખેતી કરી તથા પાણીનું વેચાણ કરી ગેરલાભ મેળવેલ છે. તેની વિરુધ્ધ ફોજદારી રાહે ગુન્હો નોંધી રીકવરી લેવા પણ અરજ કરેલ  છે.તેમજ   દિન-૭ માં હકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!