GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

 

 

Oplus_131072

મોરબી જિલ્લામાં ગત રોજ સાંજે 5થી 8 વાગ્યા સુધી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અન્વયે ફુટ પેટ્રોલીંગ-કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મો૨બી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ પ૩૪ વાહનો ચેક કરવામાં આવેલ હતા. આ વાહન ચેકીંગ દરમ્યાન લાયસન્સ વગરના-૩ વાહન ચાલકો, નંબર પ્લેટ વગરના-૧૩ વાહન ચાલકો, કાળા કાચ વાળા-૮ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Oplus_131072

આ સાથે ૪૦ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ ૮૬ વાહનચાલકોને રૂ.૩૯.૮૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેફી પીણુ પી ને વાહન ચલાવનારા પ લોકો સામે એમ.વી.એક્ટ ૧૮૫ મુજબના કેસો કરવામાં આવ્યા હતા. રાહદારીને અડચણ રૂપ થાય તે રીતે વાહન રાખનાર અથવા તો ભયજનક રીતે વાહન ચલાવનાર ૪ લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત કોમ્બિંગ દરમ્યાન ચોરી કરવાના ઈરાદે નિકળનાર શંકાસ્પદ પ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં હથિયાર લઈને નિકળનાર ૭ ઈસમો સામે કેસ કરવામાં આવ્યા છે. ૬૧ હોટલ-ધાબા તથા ૪૦ ઝુપડા ચેક કરવામાં આવ્યા હતા. અવાર નવાર ગુનો કરવાની ટેવ વાળા ૪૬ ઇસમો તેમજ ૮ હિસ્ટ્રીશીટરો, ૭૭ એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો, ૪૦ પ્રોહી. બુટલેગરો, ર જાણીતા જુગારીયા અને ૫૭ ટપોરીઓને ચેક કરવામાં આવ્યા હતા. પ્રોહીબીશન (દારૂ)ના-૪ર કેસો. જુગારધારાના-૨ કેસો અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ક૨વા અંગેના-૨ કેસો ક૨વામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!