GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદમા ભેળસેળયુક્ત ખાતર વેચી છેતરપીંડી કરવાના ગુન્હામાં આરોપીના શરતી જામીન પર છુટકારો.

HALVAD- હળવદમા ભેળસેળયુક્ત ખાતર વેચી છેતરપીંડી કરવાના ગુન્હામાં આરોપીના શરતી જામીન પર છુટકારો.

 

 

મોરબી જીલ્લાના હળવદ ગામમાં નકલી ભેળસેળ વાળુ ખાતર ઉંચા ભાવે વેચી છેતરપીંડી કરવાના ગુન્હાના પ્રકરણમાં માધવ એન્ટરપ્રાઈઝના માલીક આરોપી કારૂભાઈ ખોડુભાઈ મુંધવા(ભરવાડ)નો શરતી જામીન પર છુટકારો.

હળવદ પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ કે આ કામના આરોપી નં. ૪ તથા ૫ ના ઓ સરકારશ્રીને સબસીડી વાળુ રાસાયણીક ખાતર ખેડુતોને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નિમવામા આવેલ હોવાનુ જાણવા છતાં સરકારશ્રીની સબસીડી વાળા ખેડુતોના ખેતીના ઉપયોગ માટે વપરાતા રાસાયણીક ખાતરનો અલગ અલગ કંપનીનો તથા પ્રકારનો તેમજ માર્કા વગરનો જથ્થો કુલ નંગ બેગો – ૧૪૩૭ કુલ કિં. રૂ. ૫,૧૩,૨૪૯.૫/- નો લાયસન્સ વગર ઔધોગીક વપરાશ હેતુ માટે ખારોપી નં. (૧) તથા (૩) નાએ ગેરકાયદેસર રીતે સંગ્રહ/ વેચાણ કરી તથા ભેળસેળ વાળુ ખાતરની થેલીઓ ભરી તથા ખેતીવપરાશ માટેનુ રાસાયણીક ખાતર બીન ખેતી હેતુ માટે સંગ્રહ/ વેચાણ /હેરફેર કરી મારોપીનં.(૨)નાએ ટાટા ટૂંકમાં રાસાયણીક ખાતરની માર્કો વગરની સફેદ રંગની કુલ ૭૦૦ બેગો ભરી તથા આ રાસાયણીક ખાતરનો જથ્થો સરકારશ્રીની સબસીડીવાળા ખેડુતોના ખેતીના ઉપયોગ માટે સોપેલ હોવા છતાં અારોપી નં. (૪) તથા (૫) નાએ આરોપી નં. (૧) તથા (૨) નાને ઉચાં ભાવે ગેરકાયદેસર વેંચાણ કરી કુલ રૂ. ૫,૧૩,૨૪૯.૫/-ની વિશ્વાસધાત છેતરપીડી કરી એકબીજાની મદદગારી કરવા અંગેની ફરીયાદ કરવામાં આવેલ. હળવદપોલીસે આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ. ની કલમ- ૩૧૬(૫),૫૪ તથા રા.ખા.ની.અધિ.-ની કલમ-૭, ૧૯(સી)(૩),૨૫(૧) તથા જરૂરી ચીજ વસ્તુઓનો અધી.- ૩,૭(૧)(એ)(૨) મુજબ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ.

જેમા આરોપી કારૂભાઈ ખોડુભાઈ મુંધવા(ભરવાડ)નાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ કે નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ આવા સંજોગોમાં પ્રાઈમા ફેસી કેસ, અરજદાર/આરોપીની ટ્રાયલ દરમ્યાન હાજરી તથા આરોપીએ સાહેદોને હેમપર ટેમપર કરવા આ ત્રણ બાબતો ધ્યાને લેવી જોઈ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નું સંજયચાંદ્રા વી સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!