GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૧૮ જુલાઈ યોજાશે

તા.૧૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા / શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર કચેરીમાં પહેલા માળે આવેલા સભાખંડ ખાતે તા. ૧૮/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. આ બેઠકમાં આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના, જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોની સંખ્યા, વિતરણ અને તપાસ સહિતની બાબતો અંગે ચર્ચા કરાશે. આ બેઠકમાં સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.



