લીલીયા મોટા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાશે

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા
લીલીયા મોટા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાશે
શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી તરફથી મોટા લીલીયા મોટા ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન તા :20/03/2025 ગુરુવાર
સમય : સવારના 09:30 થી બપોરના 12:30 સુધી
સામુહિક આરોગ્ય કેન્દ્ર,પીપળવારોડ લીલીયા મોટા ખાતે યોજવા આવેલ છે
આ કેમ્પમાં નીચે મુજબના સ્પેશ્યિયાલિસ્ટ ડોકટરો સેવા આપશે.
જેમાં હૃદય, બીપી, ડાયાબિટીસ ના નિષ્ણાંત(ફિજિશ્યન),સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળકોના રોગોના નિષ્ણાંત,પેટના રોગોના નિષ્ણાંત(જનરલ સર્જન),કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાંત, આંખના રોગોના નિષ્ણાંત,ચામડીના રોગોના નિષ્ણાંત, માનસિક રોગોના નિષ્ણાંત,દાંતના રોગોના નિષ્ણાંતો સેવા આપશે
આથી આ કેમ્પમાં લીલીયા તાલુકા ના વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સિધ્ધપુરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા



