લીલીયા મોટા માં ચેકરીટર્ન કેસમા એક જ આરોપી ને બે કેસ મા જેલ હવાલે કરતી કોર્ટ

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા મોટા
લીલીયા મોટા માં ચેકરીટર્ન કેસમા એક જ આરોપી ને બે કેસ મા જેલ હવાલે કરતી કોર્ટ
લીલીયા મોટા મા આવેલ ક્રિષ્ના ક્રેડિટ કો.ઓ. સોસાયટી તથા શુભલક્ષ્મી શરાફી સહકારી મંડળી માંથી લોન લઈ હપ્તા નહી ભરતા લીલીયા ગામના રહીશ સિરાજભાઈ રજાકભાઈ દલ એ આપેલ ચેક રીટર્ન થતા લીલીયા અદાલતમા મંડળીના મેનેજર કમલેશ નાનાલાલ અગ્રાવત તથા મેનેજર જિતેન્દ્ર ડી પાઠક એ ફોજદારી કેસ નં ૩૦/૨૪ તથા ૫૪/૨૪ નો દાખલ કરતા અને બન્ને કેસ ચાલી જતા નામદાર અદાલતે સિરાજભાઈ રજાકભાઈ દલને પુરા બે વર્ષની સજા ભોગવવા અદાલતે જણાવેલ છે તથા ચેકની રકમ ચુકવવા હુકમ કરેલછે અને ન ચુકવેતો વધુ ત્રણ માસની સજા ભોગવવા હુકમ કરેલછે. આમ આરોપીઓ જેલમા જતા ધિરાણ લઈ નહી ભરતા કરજદારોમા ફફડાટ વ્યાપી ગયેલછે આ કામે મંડળીના વકીલ તરીકે કિશોરભાઈ પાઠક ની દલીલ ગ્રાહય રાખવામા આવી હતી અને આરોપીઓને જેલ હવાલે કરવામા આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે




