HALVAD- હળવદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી
HALVAD- હળવદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી
હળવદ પોલીસ અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં આજે 5 જેટલા અસામાજિક તત્વોના ઘરે લાગેલા ગેરકાયદે વીજ કનેક્શનને વીજ અધિકારીઓને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા છે. આ સાથે એક શખ્સના ગેરકાયદે બાંધકામને પાડી નાખવા નોટિસ પણ અપાવામાં આવી છે.

આજરોજ તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવાની હોય જેઓના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ કરવા જતા નીચે જણાવેલ વિગતે આરોપીના ઘરે ગેરકાયદેસર વિજ કનેકશન અને દેશી દારૂ પવૃતી જણાઇ આવેલ હોય જેની વિગત નીચે મુજબ છે
(૧) રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરા રહે.ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબીવાળાએગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે એક લાખ એક લાખ એંસી હજાર રૂપિયા જેવો દંડ થઈ શકે છે.(૨) શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ રહે ગામ માથક તા.હળવદ જી.મોરબીવાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે એક લાખ એક લાખ એંસી હજાર રૂપિયા જેવો દંડ થઈ શકે છે.(૩) પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા રહે ગામ માથક તા.હળવદ જી.મોરબી વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેના વિજવાયર કબ્જે કરી તેના વિરૂધ્ધ નોટીસની કાર્યવાહી કરવામાં આવેલ છે.(૪) મેહુલ રમણીકભાઇ ગોઠી રહે હળવદ કણબીપરા તા.હળવદ જી.મોરબીવાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે સીત્તેર હજાર રૂપિયાજેવો દંડ થઈ શકે છે.

(૫) નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા રહે ગામ રાણેકપર તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના ગેરકાયદેસર બાંધકામ કરેલ જગ્યાએ ચેક કરતા દેશી દારૂ વેચાણ થતુ હોય દેશી દારૂ વેચાણનો કેશ કરવામાં આવેલ છે.તેમજ રાણેકપર ગ્રામ પંચાયત દ્રારા ડિમોલેશન કરવા નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવેલ છે..





