GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; મોરબી શહેરની ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

 

MORBI:ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; મોરબી શહેરની ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Oplus_131072

જાહેરનામા અનુસાર મોરબી ખાતે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૫ ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૫ ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે – રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, દોશી એમ.એસ. & ડાભી એન.આર. હાઈસ્કુલ – પંચાસર રોડ બાયપાસ, શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ,વી.સી. ફાટક પાસે સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.

Back to top button
error: Content is protected !!