થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું..
થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું..
થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું..
૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મનુષ્યને એમ થાય કે ભલા ચકલા ના તે કાંય દિવસ ઉજવવાના હોય? ચકલીમાં તે એવું વળી નવું શું છે ? બાલ્યાવસ્થામાં સૌથી પહેલાં જોયેલું, આંગણે ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. બાળક સમજણું બરાબર બોલવાનું પણ ન આવડે અને એ બાળકને પૂછીએ કે ચકી કેમ બોલે ? તો તરત કહેશે-ચીં… ચીં..ચી…,ચકલાં,ચકલી,ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત ભારત દેશનું જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું મનુષ્ય સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી કહેવાય.એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે!!! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારત દેશમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો ચકલીને બચાવવા માટે મનુષ્ય કંઈ નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે કાંકરૅજ તાલુકાનાવહેપારી મથક થરા ખાતે જય સીયારામ જીવદયા ગ્રૃપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચકલીઓને બચાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે નિત્ય પંખીચણ તથા જીવદયાની અનેક પ્રવૃત્તિઓ થકી જીવદયાનુ કાર્ય કરે છે.દર વર્ષે ઉતરાયણપર્વ નિમિત્તે ફંડ એકત્રીત કરી ગૌસેવા કુતરોઓને લાડુ તેમજ ઉનાળામાં પક્ષીઘર માટે પાણી કુંડા,ચકકી માળા વિતરણ કરી જીવદયા કાર્ય કરે છે.અને દર વર્ષે તેઓ ચકલી ઘર પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરતા હતા કરે છે.ત્યારે રામ-લક્ષમણની જોડી સમા અશોકભાઈ પ્રજાપતિ તથા શૈલેષભાઈ પ્રજાપતિના અથાગ પ્રયત્નોથી આજરોજ ૨૦મી માર્ચ ૨૦૨૫ ના રોજ સવારે કિશોર જનરલ સ્ટોર્સ ખાતે થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, જયશ્રી ઑગડ મીનરલ વૉટરના નરેન્દ્રસિંહ વાઘૅલાની ઉપસ્થિતિ માં ચકકીઘર, ચકકી માળા,પાણી કુંડાનું વિતરણ થરા નગરમાં ખરીદી અર્થે આવનાર કાંકરેજની પ્રજાને ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.આવું ભગીરથ કાર્ય જોઈ કાંકરેજની પ્રજા અભિનંદનની વર્ષા વર્ષાવી રહી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦