વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા જિલ્લામાં 4000 માળા નું તથા કુંડા નું વિતરણ કરાયું

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા જીલ્લા માં ૪000 માળાનું તથા કુંડા નું વિતરણ કરાયું
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

ઘર ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં – માણસ ગયો ત્યાં આ પક્ષીઓ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો આફ્રિકાના કેટલાક સ્થાનો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ધર બનાવી રહેવાનું ચાલુ કર્યું શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી ખાવુ સ્પેરો ને ગુજરાતમાં ‘ચકલી’ અને હિન્દીમાં ‘ગોરીયા’ કહેવામાં આવે છે.
ગુજરાત રાજ્યભરમાં પક્ષીઓને બચાવવા ઘણી જહેમત ચાલે છે છેલ્લા ૧૦ વર્ષમાં લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માળા-કુંડા જોવા મળે છે દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનાવ્યા છે. ઘર -ઘરમાં ઇન્ટિરિયર ડેકોરેશિઓનનો પણ જમાનો છે. આ સ્થિતિ વચ્ચે“ ચકલીઓમાં માળા-કુંડામાં પણ – મોર્ડનાઈજઝેશન આવી ગયું છે.
આર્ટિફિશિયલ ચકલીના માળા એટલે ચકલી ઘર દ્વારા પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથમાં લેવામાં આવ્યું છે.
મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વાર ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી છેલ્લા ૬ વર્ષ થી ચકલીમાળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને આ મહીસાગર વન વિભાગ દ્વાર ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લામાં ૪૦૦૦ ચકલીના માળા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.
સંતરામપુર સ્થીત ફોરેસ્ટ ખાતાની કચેરી ખાતે ચકલી નાં માળા ને પાણી નાં કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.





