
દેશ ભક્તિનાં ગીતો, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૌજી જવાનોનું સન્માન સમારોહ યોજાયો.
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જસપર ગામ ખાતે સોનગઢ પાલીતાણા હાઇવે માર્ગ પર આવેલ સુપ્રસિધ્ધ જીવસેવા તીર્થ ધામ ખાતે આશ્રમના મહંત મુકેશગીરી બાપુના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને જીવસેવા તીર્થ ધામ તથા હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનનાં સંયુક્ત ઉપક્રમે ભવ્ય દિવ્ય અને રાષ્ટ્રીય પરમવીર વંદના કાર્યક્રમ યોજાયો હતો.
આ વીર વંદના કાર્યક્રમના દેશ ભક્તિનાં ગીતો, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૌજી જવાનોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો મિલન ચુડાસમા આયોજીત દેશ ભક્તિ ગીતનાં કાર્યક્રમમાં પાલીતાણા તાલુકાની મોટી સંખ્યામાં દેશ પ્રેમી જનતા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ ભક્તિનાં રંગમાં રંગાયા હતા આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય શહીદ વીર જવાનો ના પરિવારની દીકરીઓ, માતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું આતકે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર ધમ્મપાલી વિપશ્યના ધ્યાન કેન્દ્ર પાલીતાણા, કારગીલ યોધ્ધા સુરુભા સરવૈયા ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ, મહેશભાઈ ચંદુભાઈ ચૌહાણ, અતુલભાઈ જાની બોડર સિક્યુરિટી ફોર્સ ફૌજી સાવરકુંડલા, ભાવનગર જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા, અમરેલી જીલ્લા હોમગાર્ડઝ સ્ટાફ ઓફિસર અમિતગીરી ગોસ્વામી, મહેન્દ્રસિંહજી સરવૈયા, વિક્રમસિંહ પરમાર જિલ્લા યુવા વિકાસ અધિકરી, પરેશભાઈ ત્રિવેદી સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક, દિપાલીબા સરવૈયા ભાવનગર જિલ્લા નારી શક્તિ વીંગ, પ્રવિણસિંહ ડી. ગોહિલ ભાવનગર જિલ્લા ડીફેન્સ વેટરન્સ ઓર્ગેનાઈઝેશન વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીવ સેવા તીર્થ ધામ ખાતે યોજાયેલ પરમવીર વંદના કાર્યક્રમમાં ભાવનગર અને અમરેલી જીલ્લાના 30 જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વીરો ને વંદન કરી અશ્રુભીની શ્રધ્ધાજલી અર્પણ કરી હતી આતકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શોર્ય અને દેશ ભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા જેમાં જાણીતા આંતરરાષ્ટ્રીય લોક ગાયક શ્યામભાઈ મકવાણા, લોક ગાયીકા અનુશ્રીબેન ચુડાસમા, મેઘાણી સાહિત્યનાં વિદ્વાન વક્તા નરેશભાઈ મહેતા દેશભક્તિના ગીતો પીરસ્યા હતા.
ફોટો / રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી જર્નાલીસ્ટ સાવરકુંડલા.









