GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા. શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ની પ્રતિકૃતિ બનાવી બાળકોને માળાનું વિતરણ કરવામાં આવ્યું.

 

TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા. શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ની પ્રતિકૃતિ બનાવી બાળકોને માળાનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સિમેન્ટ,કપચી અને રેતી થી સુંદર મજાની ચકલીની ૮*૮ ફૂટની પ્રતિકૃતિ બનાવવામાં આવી. અને દરેક બાળકને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું.
શહેરોથી માંડીને ગામડામાં પણ હવે હરિયાળુ વાતાવરણ કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ ગયું છે. પરિણામે હવે આંગણામાં રમતી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થતી જઈ રહી છે. આવનારી પેઢીને કદાચ ચકલી પણ તસવીર રૂપે જોવા મળે તો નવાઈ નહીં.
તે માટે હરબટીયાળી પ્રાથમિક શાળામાં રેતી સિમેન્ટ કોંક્રીટ અને કપચી દ્વારા ચકલી ની પ્રતિકૃતિ બનાવી સમાજને એવો એક સુંદર મેસેજ આપવામાં આવ્યો કે જાણે ચકલી કહેતી હોય કે તમારા કોંક્રિટના મોટા મહેલોમાં અમને પણ સ્થાન આપજો. અને અમે પણ કુદરતના ખોળે કિલ્લોલ કરી શકીએ તે માટે અવશ્ય તમારા ઘરમાં અમારું પણ ઘર બનાવજો.

Back to top button
error: Content is protected !!