
નર્મદા જિલ્લા ભાજપના યુવા પ્રમુખ નીલ રાવના હસ્તે સાગબારામાં કાર્યાલયનું ઉદ્ઘાટન
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નિલ રાવના હસ્તે સાગબારા ભાજપ કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.પ્રમુખ બન્યા બાદ નિલ રાવએ પેહલાતો સન્માન માટે કોઈએ પુષ્પગુચ્છ કે હાર નહિ લાવવાની અનોખી પહેલ શરૂ કરી ફૂલ નહિ પણ પુસ્તક આપીને સન્માન કરવાની નવી પહેલ ચાલુ કરી ત્યારબાદ સન્માન સમારંભ માં એક જાણે પ્રથા જ પડી ગઈ અને હવે જિલ્લાના તમામ તાલુકાઓ માં ભારતીય જનતા પાર્ટીના તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન પણ શરૂ કર્યા છે
આજે સાગબારા ખાતે નવીન કાર્યાલય હુંનું ઉદ્ઘાટન કર્યું હતું ભાજપ ના કાર્યકરને કોઈપણ કામ હોય તો તાલુકા પ્રમુખ,ઉપપ્રમુખ કે મહામંત્રી ને શોધવા જવાની જરૂર નથી હવે તાલુકા કક્ષાએ બનેલ કાર્યાલયમાં આ તમામ લોકો મળી રહે તે હેતુ થી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવા પ્રમુખ નિલ રાવ એ સૂચના પણ આપી છે કે આ કાર્યાલય માં કાર્યકરો માટે બેસવાની અને તેમના કામ વહેલી તકે સરળતા થી પતે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે કાર્યકરો ને પડતી સમસ્યાઓ નો પણ વહેલામાં વહેલો ઉકેલ લાવવામાં આવશે




