BHARUCHNETRANG

નેત્રંગ પોલીસે ભોટનગર ગામની નવી નગરી વિસ્તારમાંથી રૂપિયાના ૧,૨૧,૩૪૮/- નો પ્રોહી મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપી પાડ્યો.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના ભોટ નગર ગામની નવી નગરીમાં રહેતો જયંતિ ઈશ્વર વસાવાએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૬૯૬ મળી કુલ કિંમત રૂપિયા ૧,૧૬,૩૪૮/- તથા મોબાઇલ જેની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧,૨૧,૩૪૮/- નો પ્રોહી મુદ્દામાલ સાથે બુટલેગર જયંતી વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા

.

 

 

 

Back to top button
error: Content is protected !!