GUJARATKARJANVADODARA

કરજણ ના સાંસરોડ ગામમાંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ઈસમ ની ધરપકડ કરવામાં આવી

કરજણ તાલુકાના સાંસરોડ ગામમાંથી ૫૭૦૦૦/- ના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડવામાં આવ્યો

નરેશપરમાર. કરજણ,

કરજણ ના સાંસરોડ ગામમાંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ઈસમ ની ધરપકડ કરવામાં આવી

કરજણ તાલુકાના સાંસરોડ ગામમાંથી ૫૭૦૦૦/- ના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડવામાં આવ્યો

કરજણ પોલીસ સ્ટાફના તથા અ.પો.કો હર્ષકુમાર સનાતનભાઈ બ.નં.૧૩૫૭ તથા અ.હે.કો ગજાભાઇ વાઘાભાઇ બ.નં.૧૧૯૮ તથા આ.પો.કો. વિનોદકુમાર કિશાનસિંહ બ.નં.૨૪૫ નાઓ આપ સાહેબ સાથે ખાનગી વાહનમાં કરજણ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી કામગીરીમાં હતા દરમ્યાન ફરતા ફરતા સાંસરોદ ગામ નવીનગરી તરફ જવાના રોડ ઉપર નાળા પાસે આવતા અમો તથા આપ સાહેબને સંયુકત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે, મોજે સાંસરોદ ગામ નવીનગરી માં પાણી ની ટાંકીની પાસે નવી બની રહેલ બાલ મંદીરની પાછળના ભાગે આવેલ બીજા નંબરના મકાનમાં ઇમરાન હનીફ કુરેશી નામના ઇસમે ભારતીય બનાવટના વિદેશી દારૂ લાવી સંતાડી રાખેલ છે. જે હકીકત આધારે સદરી જગ્યાએ રેડ કરતા આરોપી ઇમરાન હનીફ કુરેશી રહે. નવીનગરી, સાંસરોદ ગામ તા.કરજણ જી.વડોદરા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂના કાચના તથા પ્લા કવાર્ટરીયા નંગ- ૫૨૦ કીંમત રૂા.૫૨,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કીરૂ. ૫૭,૦૦૦/- નો મુદામાલ ગેરકાયદેસર રીતે મકાનમાં રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જેથી આરોપી વિરૂધ્ધમા અ.પો.કો. હર્ષકુમાર સનાતનભાઇ બ.નં.૧૩૫૭ નોકરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની પ્રોહી એક્ટ કલમ-૬૫ (એ)(ઇ) મુજબની ફરીયાદ અમારા રૂબરૂની લખી લઈ આ સાથે ફરીયાદ, મુદામાલનુ પંચનામુ, મુદ્દામાલ તથા સેમ્પલો આ બરાબર મોકલી આપેલ હોય તો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ માટે કાગળો જે તે તરફ કરવામાં આવી

Back to top button
error: Content is protected !!