ભિલોડા ડેપો દ્વારા સંચાલિત વિજયનગર ભુજ નવીન બસ સેવા નો શુભારંભ
પ્રેસનોટ.. ✒️
🌹ભિલોડા ડેપો દ્વારા સંચાલિત વિજયનગર ભુજ નવીન બસ સેવા નો શુભારંભ 🌹
( જગદીશ પટેલ ભિલોડા દ્વારા )
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના મુસાફરો ની અવિરત ચિંતા કરતાં અને મુસાફર જનતા ને સારી સમયસર બસ ની સગવડ મળી રહે. અને ડેપો વિભાગ ની આવકમાં વધારો થાય તેવા સુચારૂ અભિગમ સાથે વિભાગ ના વડા વિભાગીય નિયામક શ્રી કે. સી બારોટ સાહેબ અને પરિવહન નિયામક શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા અવનવા અભિગમ અને માર્ગદર્શન સાથે પ્રજા જનોની માંગણીઓ સંતોષી અને કામદાર કર્મચારીઓ સાથે કદમ મિલાવી આવકમાં વૃદ્ધિ થાય તેવાં હરહમેશ પ્રયત્નો કરતાં રહી. વિભાગ ના પરિણામો હાંસલ કરી રહ્યા છે.
વિજયનગર ના આદિજાતિ વિસ્તાર ની મુસાફર જનતા ને ” કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ” ના અભિગમ ને સાર્થક કરવા ભિલોડા ડેપો મેનેજર શ્રી જીગ્નેશ ભાઈ બુચ સાહેબ ની સીધી દેખરેખ નીચે ડીલક્ષ બસ સેવા ” વિજયનગર થી ભુજ ” સાંજે ૬-૦૦ કલાકે ઉપડી ભિલોડા ડેપો થી ૭-૧૫ કલાકે ઉપડશે. જે બસ વાયા હિંમતનગર, અમદાવાદ, હળવદ, સામખીયાળી, ગાંધીધામ, અંજાર થઈ સવારે ૬-૦૦ વાગ્યા ની આસપાસ ભુજ ખાતે પહોંચશે. અને એજ દિવસે સાંજે ૬-૦૦ વાગે ભુજ થી ઉપડી સવારે ભિલોડા આવશે. તો વિજયનગર અને ભિલોડા પંથક ની મુસાફર જનતા આ બસ નો સીધો વધુમાં વધુ લાભ લેવા ડેપો મેનેજર શ્રી જીગ્નેશભાઈ બુચ સાહેબ દ્વારા મુસાફર જનતા ને અનુરોધ કરવામાં આવે છે.
હાલમાં પ્રાયોગિક ધોરણે આ રીતે ભિલોડા ડેપો દ્વારા સંચાલન કરવામાં આવે છે. પરંતુ સમય સંજોગો મુજબ જે રૂટ દ્વારા વધુ મુસાફર અને આવક મળશે. એ રીતે કાયમી ધોરણે આ બસ સેવા નો સીધો લાભ મળી શકશે. તેવું જાણવા મળેલ છે.