KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સરદાર ભવન ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

 

તારીખ ૨૨/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાની હાજરીમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક કાલોલ ખાતે સરદાર ભવન ખાતે બપોરના ત્રણ કલાકે રાખવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર દ્વારા પક્ષના આગામી સમયના વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા અને રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી,મંત્રી રામકિશન ઓઝા એ કસ્બા અને ગ્રામ્ય સ્તર સુધી પક્ષને મજબૂત કરવા લોક સંપર્ક વધારવા આહવાન કર્યું હતું,જિલ્લા પંચાયત અને નગર પાલિકા વિસ્તાર માં આગામી સમયમાં ‘સંવિંધાન બચાવો ‘યાત્રા સફળતાપૂર્વક યોજના સક્રિયતા થી કામ કરવા જણાવેલ હતું,પંચમહાલ કોંગ્રેસ નિરીક્ષક પ્રદેશ અગ્રણી અશોક પંજાબી તથા ચિરાગ શેખે પણ માર્ગદર્શન આપેલ હતું.આગામી એપ્રિલ માં અમદાવાદ ખાતે રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિ માં યોજનાર ભા.રા.કોંગ્રેસનું ૮૬ મુ અધિવેશન સફળ બનાવવા સહયોગ આપવા પણ જણાવેલ હતું.આ મિટિંગ માં પૂર્વ AMLગેંદલભાઈ ડામોર અને રાજેન્દ્રસિંહ પરમાર તથા ઉદેસિંહ બારીયા,પૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી,રફીક તિજોરીવાલા,સોશિયલ મીડિયાના ચેરમેન ભગીરથસિંહ સોલંકી,મહામંત્રી અજયભાઈ મકવાણા સહિત વિવિધ શેલ સંગઠન ના પ્રમુખો,તાલુકા- શહેર નગર પાલિકાના કોંગ્રેસ પ્રમુખ,જિલ્લા સમિતિના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!