ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજીત “શિવોત્સવ” કાર્યક્રમ નું “આનંદી માં ના વડલે” ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.”
૧૦૦ થી વધુ ભજન મંડળીના બહેનો એ સાથે મળી કરી "શિવોત્સવ" અને "વસંતોત્સવ"ની ઉજવણી.

માનનીય કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીશ્રી અમિતભાઇ શાહના ગામ માણસા ખાતે “આનંદી માં ના વડલે” ગુજરાત ગૌરવ એવૉર્ડ પુરસ્કૃત કલાકાર ભજનીક અને ભાગવત કથાકાર શ્રી મુકેશભાઈ ભટ્ટના સ્વમુખે “શિવોત્સવ” કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માં પાલાઈ વિઘનેશ્વરી ધામ “આનંદી માં નો વડલો” ના સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસ યજમાન બની આ કાર્યક્રમના ભવ્ય આયોજનમાં સહભાગી બન્યા હતા.
આ કાર્યક્રમમાં માણસા નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખશ્રી જ્યોત્સનાબેન વાઘેલા, માણસા ના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, ગાંધીનગર જીલ્લા ભાજપના પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ અને માણસા નગરપાલિકાના નગરસેવકો મુકેશભાઈ પટેલ, કુંવરબેન રાવલ, જીતુભાઇ ઠાકોર, દેવુસિંહ રાઓલ સાથે જ માણસા શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ પટેલ અને મહામંત્રી તથા નગરસેવક મોતીલાલ પુરોહિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સરકાર ના અભિગમને વધાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સૌ મહેમાનોનું રક્ષાકવચ આપી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌ ભજનમંડળીના બહેનોને પણ કાર્યક્રમમાં આવકાર્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ દ્વારા પ્રસિદ્ધિ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ ના મેનેજમેન્ટ માં કરવામાં આવ્યું હતું.







