સુરત ગ્રામ્યના કિમ ફાટક વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે કિમ ફાટક સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલ હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયલક આગળ-પાછળ નંબર પ્લેટ વગરની લઈને એક ઇસમ ફુલમાલ, રાયસા, સિહાદા થઈને પાનવડ બાજુ જનાર છે જે ચાલકે બદનમાં મહેંદી કલરનું આખી બાઇનું શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે મોજે સિહાદા ચાર રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન રાયસા ગામ તરફથી ઉપરોક્ત બાતમી હકીકત વાળો ઇસમ મોટર સાયકલ લઈને આવતા તેને ઉભો રાખવા માટે હાથ વડે ઇશારો કરતા તેણે પોતાની મોટર સાયકલ થોડે દુર જઈને ઉભી રાખેલ અને મોટર સાયકલ રોડ ઉપર નાખી નાશવા લાગેલ જેથી તેને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા મહેન્દ્રભાઇ નારસિંગભાઇ તોમર ઉ.વ.૨૧ રહે.ચિખોડા કવલી ફળીયા તા.સોંડવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનુ જણાવેલ તેમજ તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા તેના પાસે ન હોવાનુ જણાવેલજેથી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મોટર સાયકલ કિમ ફાટક સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી તેણે આજથી આસરેક એકાદ વર્ષ પહેલા ચોરી કરેલ હોવાનું કબૂલ કર્યું હતું અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




