GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પિડિત ખેડૂતેએ ત્રણ ધારાસભ્ય ની હાજરીમા કલેકટરને કરી રજુઆત

MORBI:મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પિડિત ખેડૂતેએ ત્રણ ધારાસભ્ય ની હાજરીમા કલેકટરને કરી રજુઆત

 

 

Box સર્વે નંબર 602 માં થયેલ કૌભાંડ મામલે કાંતિભાઈ અમૃતિયા આકરા પાણી કલેકટર અને સુશીલ પરમાર સહીતના હાજરીમા અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા પ્રાંત અધિકારી સુશીલ પરમાર રીતસરની બોલતી બંધ થઈ ગય હતી ભ્રષ્ટાચાર તમે લોકો કરો છો અને છાપામાં નામ મારું આવે છે:કાંતિભાઈ

Oplus_131072

મોરબીના વજેપરમાં કરોડોની કિંમતની જમીનના કૌભાંડમાં અન્ય આરોપીઓના નામ કાપી નાખવામાં આવ્યા હોય ઉપરાંત 10 દિવસમાં કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂત પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. આ સમયે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની ઉપસ્થિતિમાં કલેક્ટરને વિગતવાર રજૂઆત કરાતા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી

Oplus_131072

ખેડૂત બેચરભાઈ ડુંગરભાઈ નકુમની મોરબીના વજેપરમાં સર્વે નંબર 602ની 1 હેકટર 57 આરે અને 83 ચોરસમીટર જમીન હડપ કરી વેચાણ કરી નાખવાના પ્રકરણમાં આરોપીઓએ ખોટા મરણના દાખલા, ખોટા વારસાઈ આંબા કઢાવી બાદમાં દસ્તાવેજ ક૨ી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી અને આરોપી સાગર અંબારામભાઈ ફુલતરિયા રહે.ત૨ઘરી, માળીયા મિયાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રક૨ણમાં જે કાર્યવાહી થઈ છે તેનાથી ખેડૂત પરિવાર દ્વારા અસંતોષ વ્યક્ત કરવાની સાથે આજે કલેકટર સમક્ષ રજૂઆત ક૨વામાં આવી છે. જેમાં ખેડૂત પરિવારે સતર આરોપીઓ સાથેની અરજી આપેલી છે. જયારે ફરિયાદ માત્ર બે જ આરોપી વિરૂદ્ધ લેવામાં આવી હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Oplus_131072

આ મામલે દિનેશભાઈ હિરાભાઈ નકુમ મીડિયા સમક્ષ જણાવ્યું કે મોરબીમાં સર્વે નં.602 વજેપર ખાતામાં જે જમીન આવેલી છે તેમાં અમુક લોકોએ ખોટા ડોક્યુમેન્ટ, મરણના દાખલા વારસાઈ આંબો તૈયાર કરી જમીન ઉપર કૌભાંડ આચર્યું છે. ફરિયાદ આપેલી છે તેને આઠ થી દસ દિવસ થયા છે છતાં કોઈ જવાબ મળ્યો નથી. એફઆઈઆર ક૨વા ગયા હતા ત્યારે ચારથી છ કલાક  બેઠા ત્યારે માન બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે. સંતોષપુર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી. અમે બધાના નામ સહિત અરજી આપી હતી પણ એ અરજી સ્વીકારવામાં ન આવી. પોલીસ દ્વારા આ ન ચાલે તેમ કહેવામાં આવ્યું હતું. આ વ્યક્તિનો કોઈ રોલ નથી એવું કહેવામાં આવ્યું. તપાસ વગર કેમ ખબર પડી ગઈ કે કોનો રોલ છે કોનો નહિ. અમે કલેકટર, પોલીસ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી બધાને રજુઆત કરી છે. જેટલા વ્યક્તિ સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમારી જમીનની વારસાઈ નોંધ કરી પરત અપાવવામાં આવે તેવી માંગ છે.આ દસ વિઘા જમીન છે જેની કરોડોમાં કિંમત છે. અમારી મેટર ચાલુ હોવા છતાં શાંતાબેન મનજીભાઈ પરમારના નામની નોંધ પાડી સાગર આંબારામભાઈ ફૂલતરીયાના નામે દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે. જવાબદાર સરકારી અધિકારી અને કર્મચારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જીલ્લા કલેક્ટર કે બી ઝવેરી દ્વારા આ મામલે યોગ્ય અને કડક તપાસ કરવા આશ્વાસન આપી પુરાવાઓ હશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું આ મામલે જે પ્રાંત અધિકારી પર આક્ષેપ છે તે સુશીલ પરમાર પણ રજૂઆત સમયે હાજર હતા અને જીલ્લા કલેક્ટરે બધાની હાજરીમાં આ અરજદારોને સાંભળ્યા હતા. ફરીયાદ ખોટી લીઘા મામલે કલેકટરે જણાવ્યું કે એસપીને રૂબરૂ બોલાવી જે સત્ય છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!