
વિજાપુર સાબરમતી નદી ઉપર સરકારે બનાવેલ ચેકડેમ થી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નુ સ્તર ઊંચું આવ્યું. તિરુપતિ ઋષિવન ખાતે જળ વિશ્વ દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી ઉપર ગુજરાત સરકારે ૧૨ બરેઝ ઉભા કરી ચેક ડેમ બનાવ્યા છે. વિશ્વ જળ દિવસ નિમિત્તે ગ્રીન ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા જળ બચાવો અંતર્ગત અપીલ કરવા મા આવી હતી. તિરુપતિ ઋષિવન ખાતે બનાવેલ બેરેઝ અને જળ બચાવવા અને જળ નુ મહત્વ અંગે માર્ગદર્શન જીતુભાઈ એ આપ્યું હતુ. તેમજ ગ્રીન એમ્બેસેડર જીતુ ભાઈ દ્વારા જે ઋષિવન ખાતે બીઝ પુખી ને જંગલ ઊભુ કરવામાં આવ્યુ છે. એ જંગલ પાણી વગર ઊભુ ના થાય જળ બચાવાના અભીયાન સાથે અલગ અલગ રીતે 25/ નાના મોટા ચેકડેમ બનાવામાં આવ્યા છે. જે ચેકડેમ દ્વારા નદીઓમાં વહી જતા પાણી ને અટકાવ્યુ છે.જીતુ ભાઈએ જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા સાબરમતી નદી ઊપર મોટા મોટા 12/ બેરેઝ બનાવામાં આવ્યા છે. સરકારે બનાવેલ આ બેરેઝ થી દરીયા માં વહી જતુ પાણી અટકાવી શક્યા છીએ જેના કારણે હાલમાં આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ના સ્તર ઉચા આવ્યા છે.દરેક નાગરિક અને સેવાકીય સંસ્થાઓ આગળ આવીને ચોમાસામાં અજબો લિટર પાણી ધાબા છત અને છાપરા ઉપરથી નીચે વહી જાય છે. આપણે ઝીલી લઈ ને સંગ્રહ નહી કરીએ તો પછી માઠા પરિણામો ભોગવા તૈયાર રહેવુ પડશે. જળ વ્યવસ્થાપન દરેક નાગરિકનો ધમૅ હોવો જોઈએ જળ એજ જીવન ઉપર પોતાનો મંતવ્ય આપી જળ બચાવવા માટે અલગ ઉદાહરણો આપી માર્ગદર્શન આપ્યું હતુ.



