AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે 27મી કાર રેલીનું આયોજન, 75 કાર ભાગ લેશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ લોકોની ક્ષમતાઓ વિશે જનજાગૃતિ લાવવા અને તેમની અંદર સ્પર્ધાની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા 27મી પ્રજ્ઞાચક્ષુ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અનોખી કાર રેલી 23 માર્ચના રોજ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન પરિસરથી પ્રસ્થાન કરશે, જેમાં 75 જેટલી કાર ભાગ લેશે. રેલીમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ નેવિગેટર તરીકે કામ કરશે, જે બ્રેઇલ નકશામાંથી માર્ગદર્શિકા વાંચીને દૃષ્ટિહીન ડ્રાઈવરોને માર્ગ બતાવશે.

આ કાર્યક્રમ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અને અમદાવાદ રાઉન્ડ ટેબલ લેડીઝ સર્કલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી, મુંબઈ, મદ્રાસ, હૈદરાબાદ, કલકત્તા અને પૂના જેવા શહેરોમાં આવી કાર રેલીઓનું આયોજન થાય છે. ગુજરાતમાં 27મી વખત આવી રેલી યોજાઈ રહી છે, જે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એક મહત્વપૂર્ણ સંકલ્પ બની રહી છે.

Back to top button
error: Content is protected !!