BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી બી.કે. મહેતા આઇટી સેન્ટરબીસીએકોલેજ, પાલનપુર દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા” વિષય પર સેમિનાર યોજાયો

23 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રીમતી બી.કે. મહેતા આઇટી સેન્ટરબીસીએકોલેજ, પાલનપુર દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા” વિષય પર સેમિનાર યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, શ્રીમતી બી.કે.મેહતા આઇટી સેન્ટર બી.સી.એ. કોલેજ ખાતે “મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આયોજિત આ સેમિનાર ડૉ. બેલાબેન એ. ત્રિવેદી માસ્ટર ઑફ સર્જરી – આયુર્વેદ દ્વારા આપવામાં આવ્યો હતો.આ સેમિનારનો ઉદ્દેશ મહિલાઓમાં સશક્તિકરણ અને સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો છે. ડૉ. બેલાબેન ત્રિવેદી એ સમજાવ્યું કે મહિલા સશક્તિકરણ એ જેન્ડર સમાનતા માટે અત્યંત જરૂરી છે. તે મહિલાઓને સમાન અવસરો, સંસાધનો અને નિર્ણય લેવામાં સક્રિય ભાગીદારી માટે સશક્ત બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓ માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આરોગ્ય જાળવવામાં, સંક્રમણ અટકાવવામાં અને સાર્વત્રિક સુખાકારી માટે ઉપયોગી સાબિત થાય છે. યોગ્ય સ્વચ્છતા પદ્ધતિઓ અપનાવવાથી મહિલાઓ આરોગ્યપ્રદ જીવન જીવી શકે છે, જે વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે પણ લાભદાયી છે.આ સેમિનાર નું સફળ આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. નમ્રતા ગુપ્તા તથા કો-ઓર્ડીનેટર શ્રી પરવીન અમી અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરાયું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો હતો. કોલેજની તમામ છાત્રાઓએ આ સેમિનારમાં રસપૂર્વક હાજરી આપી હતી અને મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!