MORBI:મોરબીના અવની ચોકડી પાસે યુવતીને છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોઘાઈ
MORBI:મોરબીના અવની ચોકડી પાસે યુવતીને છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોઘાઈ
મોરબી શહેરમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ આરોપી મેહુલ જીલરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે યુવતી હાલ ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે તેમજ ઘરમાં મદદરૂપ થવા માટે કોલેજમાં લાયબ્રેરી આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે એકાદ વર્ષથી યુવતી જયારે કોલેજમાં પોતાની નોકરી માટે જતી હતી ત્યારે આરોપી મેહુલ પાછળ આવતો હતો અને મોબાઈલ નંબર માંગતો હતો તેમજ ઇન્સ્તાગ્રામ આઈડીમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી માનસિક ટોર્ચર કરતો હતો પરંતુ યુવતી ધ્યાન આપતી ના હતી અને યુવતી વોકિંગ કરવા જતી ત્યારે પીછો કરીને હાથ પકડ્યો હતો જેથી ગભરાય ગઈ હતી અને માતા તેમજ માસીને જાણ કરી હતી તેને આવા છોકરાને ધ્યાન નહિ આપવાનું કહેતા ફરિયાદ કરી ના હતી
બાદમાં તા. ૨૧ માર્ચના રોજ રાત્રીના નવેક વાગ્યે ફરિયાદી યુવતી અવની ચોકડી પાસે માસીને તેડવા ગઈ હતી ત્યારે આરોપી પીછો કરી પાછળ આવ્યો હતો અને યુવતીએ માસીને જાણ કરી કે રોજ પાછળ આવી હેરાન કરે છે જેથી માસીએ આરોપીને પૂછતાં બહાના બતાવવા લાગ્યો અને માણસો ભેગા થઇ જતા એકટીવા જેવું બાઈક લઈને ભાગી ગયો હતો જેથી સતત ત્રાસથી કંટાળી યુવતીએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે