GUJARATMODASA

 મોડાસા : LCB એ 1.77 લાખના વિદેશી દારૂ સહિત 6.87 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની બૂટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

ઈસરી પોલીસે ઇટવા ગામ નજીક બાઇકની સીટ નીચે સંતાડેલ 5 હજારથી વધુના દારૂ સાથે 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો બુટલેગર ફરાર* 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

 

મોડાસા : LCB એ 1.77 લાખના વિદેશી દારૂ સહિત 6.87 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની બૂટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી : પોલીસ વાહનો અને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર વચ્ચે 30 km સુધી રેસના ફિલ્મી દ્રશ્યો, બુટલેગરો હાંફ્યા

*ઈસરી પોલીસે ઇટવા ગામ નજીક બાઇકની સીટ નીચે સંતાડેલ 5 હજારથી વધુના દારૂ સાથે 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો બુટલેગર ફરાર*

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે દોલપુર નજીકથી વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગરો અને પોલીસ જીપ સહિત ખાનગી કારમાં રહેલી પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો થી ગ્રામ્ય વિસ્તારોના લોકો ચોંકી ઉઠ્યા હતા

અરવલ્લી જીલ્લામાંથી બિલ્લી પગે દારૂની લાઇનો ચાલતી હોવાની ચર્ચા

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી માટે સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળેલ ક્રેટા કારને ભારે જહેમત બાદ 1.77 લાખના વિદેશી દારૂ સહિત 6.87 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની બૂટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી LCB ઇન્ચાર્જ પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી સફેદ ક્રેટા કાર મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા LCBની ટીમો દોલપુર નજીક પહોચતાં વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ફૂલસ્પીડ માં હોવાથી બ્લોક ફેક્ટરી નજીક સરકારી જીપથી બ્લોક કરતા બુટલેગરો યુટર્ન લઇ કાર પરત હંકારી મૂકતા પોલીસ જીપ અને ખાનગી કારમાં રહેલી પોલીસને બુટલેગરોએ હંફાવી દીધા હતા જોકે 30 કિલોમીટર સુધી અંતરિયાળ અને મુખ્ય માર્ગો પર પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો સાકરીયા ગામ નજીક હાંફી ગયા હતા અને અંદરના માર્ગ પર ક્રેટા ઉભી કરી ઝાડી-ઝાંખરામાં દોટ લગાવતા પોલીસે પીછો કરી બંને બૂટલેગરોને ઝડપી લીધા હતા

અરવલ્લી એલસીબી પોલીસે ક્રેટા કાર (ગાડી.નં. GJ.01.RP.1939 )માં સંતાડેલ વિદેશી દારૂ ની બોટલ અને બિયર નંગ-1041 કિં.રૂ.177695/- તેમજ ક્રેટા કાર અને બે મોબાઈલ મળી કુલ.રૂ.687695/- નો મુદ્દામાલ જપ્ત કરી 1) જીતેન્દ્રસિંહ રતનસિંહ સિસોદિયા (રહે,જગત,ઉદેપુર-રાજ) અને 2)સતીશ દલજી ફલેજા (રતનપુર માંકરેડા,ડુંગરપુર-રાજ)ને દબોચી લઇ કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર વિષ્ણુ અહારી( રહે,પૂનાલી,ડુંગરપુર-રાજ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!