GUJARATJAMNAGARLALPUR

અલિયાબાડામાં કાવ્યલેખન શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

 

23 માર્ચ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી ગંગાજળા વિદ્યાપીઠ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડાના સંયુકત ઉપક્રમે એક દિવસીય રાજ્ય સ્તરીય કાવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના સર્જનાત્મક વલણને વધારે ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી સાહિત્ય જગતના સન્માન્ય કવિ ડો. રઈશભાઈ મણિયાર સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ શિબિર દરમિયાન, કાવ્યલેખનની વિવિધ શૈલીઓ, છંદ અને અછાંદસ કાવ્ય, ગઝલ, ગીત પર પ્રકાશ પાડ્યો. કાવ્યલેખનની બારીકીઓ અને સર્જનપ્રક્રિયાની સમજ આપી. કાવ્યમાં લાગણી અને ભાષાની અદભૂત રજૂઆત કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન મળ્યું. ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાના સ્વરચિત કાવ્યો રજૂ કર્યા અને નિષ્ણાતોના પ્રેરણાદાયી સુચનો મેળવ્યા. સંસ્થાના ટ્રસ્ટી આશર સાહેબ અને જયેશભાઈ વાઘેલા પણ કાર્યક્રમમાં જોડાયા અને સહુને પ્રોત્સાહિત કર્યા. આ શિબિર સમગ્ર રીતે સર્જનાત્મકતા અને સાહિત્યપ્રેમનો ઉત્સવ બની હતી. તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના આચાર્ય ડો. રૂપલબેન માંકડ ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું. તમામ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સહયોગીઓનો મહત્ત્વનો ફાળો રહ્યો.

Back to top button
error: Content is protected !!