HALVAD- બી.આર.સી. ભવન હળવદ દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ અન્વયે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
HALVAD- બી.આર.સી. ભવન હળવદ દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ અન્વયે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર ઘ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુઘારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે બી.આર.સી. ભવન હળવદ ઘ્વારા તારીખ 12-03-2025 ને બુધવારના રોજ રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક અને રીઝનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.
તા.૧૨-૦૩-૨૦૨૫ના રોજ સવારે ૬-૦૦ કલાકે બી.આર.સી. ભવન, હળવદ ખાતેથી તાલુકાના ૮ર બાળકો અને ૮ શિક્ષકો એમ કુલ ૯૦ વ્યકિતઓ પ્રવાસમાં રાજકોટ જવા નીકળ્યા.
સવારે ૯-૩૦ કલાકે પ્રદ્યુમન પાર્ક ખાતે પહોંચી ચા-નાસ્તો કરાવીને બાળકોને પ્રદ્યુમન પાર્કની મુલાકાત કરાવી. જેમાં શાહમૃગ, રંગબેરંગી ચકલીઓ, કુકડા, બતક, હંસ, સફેદ મોર, ધોરાડ, કિંગફિશર, લવબર્ડ અને પોપટ જેમા પક્ષીઓનો પરિચય મેળવ્યો. સાથોસાથ માછલીઘરમાં ગોલ્ડન ફિશ, સિલ્વર ફિશ અને વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ જોઇ. ત્યારબાદ પાર્કમાં જંગલી પ્રાણીઓ જેવા કે એશિયાટિક સિંહ, સફેદ વાઘ, રીંછ, હરણ, સાબર, વરૂ, જંગલી કુતરા, કાળિયાર વગેરે જેવા દુર્લભ પ્રાણીઓ જોયા. ત્યારબાદ સ્નેક હાઉસની પણ મુલાકાત કરવામાં આવી.
પ્રદ્યુમન પાર્કની મુલાકાત બાદ બપોરનું ભોજન લઇ રિઝનલ સાયન્સ સેન્ટરમાં બાળકોને વિજ્ઞાન વિશેની ૬ અલગઅલગ ગેલેરીઓની મુલાકાત કરાવી. VR ZONE ની ચાર રાઈડોનો વ્યક્તિગત અનુભવ કરાવવામાં આવ્યો. સાથોસાથ બાળકોએ 3D મુવીનો લ્હાવો પણ લીઘો.
ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે રીઝનલ સેન્ટર, રાજકોટથી રવાના થઇ રસ્તામાં ભોજન અને આઇસક્રીમની લિજજત માણતા-માણતા રાત્રે ૧૧-૦૦ કલાકે હળવદ બી.આર.સી. ભવન ખાતે બસ પહોંચાડી પ્રવાસની પુર્ણાહુતિ કરવામાં આવી. આ સમગ્ર પ્રવાસનું આયોજન હળવદ બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી મિલનકુમાર કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.