MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના જશાપર ગામેથી ડીઝલ ચોરી કરતા ચાર ઈસમો ઝડપાયા.

MALIYA (Miyana):માળીયા(મી)ના જશાપર ગામેથી ડીઝલ ચોરી કરતા ચાર ઈસમો ઝડપાયા

 

 

મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકાના જશાપર ગામમાં ડીઝલ ચોરી કરતા ચાર ઈસમોને પોલીસે ઝડપી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ડીઝલ ભરેલું ટેન્કર અને ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિત કુલ કિ.રૂ.૪૪.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓમાં ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને ડીઝલ ખાલી કરતા બે ઈસમોનો સમાવેશ થાય છે.

માળીયા(મી) પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માળીયા(મી) તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા હોય જેથી તુરંત ચારેય આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં આરોપી ટ્રક ડ્રાઇવર પ્રવેશસીંગ કાલીદાસસીંગ રાજપુત ઉવ.૪૦ રહે. જાખરનું પાટીયુ પડાણા જી.જામનગર મુળરહે. રાયા, તા.જી.ભદોહી ઉત્તરપ્રદેશ તથા આરોપી ટ્રક કલીનર અમીતસીંગ ગોવિંદસીંગ રાજપુત ઉવ.૨૦ રહે.જાખરનું પાટીયુ પડાણા જી.જામનગર મુળરહે. રમોલી પો.સ્ટે.પ્લુઆ જી.ચંદોલી ઉત્તરપ્રદેશ તેમજ ટેન્કરમાંથી ડીઝલ કાઢનાર આરોપી ધીરૂભાઇ લક્ષ્મણભાઇ કાનગડ ઉવ.૪૯ રહે.જશાપર તા. માળીયા(મી) અને મદદ કરનાર આરોપી તરીકે વશરામભાઇ રવજીભાઇ ખડોલા ઉવ.૫૨ રહે. મોટીબરાર તા.માળીયા(મી) એમ કુલ ચાર આરોપીઓને ડીઝલનું ટેન્કર રજી.નં. જીજે-૧૨-બીવી-૭૬૬૨ કિ.રૂ.૩૦ લાખ, ટેન્કરમાં ભરેલ હાઇ ફલેશ હાઇ ડીઝલ ૨૯,૦૦૦ લીટર કિં.રૂ.૧૪,૭૪,૪૨૩/-, ચોરી કરવાના સાધનો જેમાં લોખંડ કાપવાનું ગ્લાઇન્ડર, પ્લા.નું ખાલી બેરલ તથા શીલ કરવાના તાર, ડીસમીસ સહિત કુલ કિં.રૂ.૪૪,૭૬,૬૨૩/-નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!