GUJARATMEHSANAVADNAGAR

વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ લાવવા માટે ઉજવણી કરવામાં આવી.

24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં માં આવે છે

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર

 

24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં માં આવે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્ષયમુક્ત ભારતના અભિયાનને સાર્થક કરવા લોકજાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે .
આ કાર્યક્રમ વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી .
મેડિકલ કોલેજોના નર્સિંગ સ્ટાફ દ્વારા નાટક ભજવી ને લોકજાગૃતિ માટે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હોસ્પિટલ માં આવેલા લોકોએ આ નાટક જોઈને ક્ષય એટલે કે ટીબી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી .
આ પ્રસંગે હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર હર્ષિદ પટેલ તેમજ
RMO ડોક્ટર નરેશ ડામોર ક્ષય રોગ વિભાગના વડા ડોક્ટર રાજેશ પીપળદરા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!