શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કુલ-૨ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કુલ-૨ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ-ગોધરા રેન્જ,ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પો.સ.ઇ. એસ.આર.શર્મા પેરોલ ફર્લો સ્કવોર્ડ,પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના આ.પો.કો વીપીનભાઇ ભાથીભાઇ નાઓને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે, શહેરા પો.સ્ટે. સી પાર્ટ નં-૦૮૭૭/૨૦૨૪ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧ મુજબ તથા શહેરા પો.સ્ટે. સી પાર્ટ નં-૧૦૩૫/૨૦૨૪ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧ મુજબના પ્રોહીબીશનના કુલ-૨(બે) ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજેશભાઇ ઉર્ફે પપ્પુ છેલાભાઇ પગી રહે-પાદરડી ગોરાડા ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાનો હાલ પાદરડી ગોરાડા મુકામે હોવાની બાતમી હકિકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત આરોપી પાદરડી ગોરાડા ફળીયા તા-શહેરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે શહેરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.