
વિજાપુર તાલુકાના પિલવાઇ ગામના મશહૂર ગાયક કલાકાર વિક્રમસિંહ વિહોલ નુ નિધન શોકસભા મા ધારાસભ્ય સહિત રાજકીય અગ્રણીઓ જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ગામના મશહૂર ગાયક કલાકાર ડાયરા નો રાજા ભજનીક સ્વ વિક્રમસિંહ હમીરજી વિહોલના દુઃખદ અવસાન નિમિત્તે યોજાયેલ શોક સભા અને શ્રદ્ધાંજલિ સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમમાં ધારાસભ્ય સીજે ચાવડા તેમજ જયરાજ સિંહ પરમાર અમીતજી મકવાણા તેમજ કનક સિંહ વિહોલ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાયક કલાકાર અને ભજન ગાયક સ્વ વિક્રમ સિંહ વિહોલે ગુજરાત ના ઘણા તાલુકાઓ ના ગ્રામ્ય વિસ્તારો શાળાઓ મા અને વિદેશમાં પણ તેઓએ આપેલા ડાયરા ના કાર્યક્રમ મા પોતાના સુર મય અવાજ સાથે ઘણા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે આ તાલુકા નો મશહૂર ગાયક ની દુનિયા માંથી વિદાય થતા લોકો મા ઘેરા શોક ની લાગણી જન્મી હતી. તેઓ સાહિત્ય વર્તુળ સાથે ઘણો સબંધો વિકસાવેલા તેમના લોકગીતો ઘણા પ્રચલિત પણ બન્યા હતા. ખરેખર તાલુકા એ એક સારો ગાયક લોક કલાકાર ગુમાવ્યો છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના




