અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ધનુસરા મોડાસા રોડ પર આવેલ શિકા ચોકડી હાઇવે પર એંશુલેશન કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકમાં આગ લાગી, ધનસુરા પોલિસ અને ફાયર ટીમ ઘટના સ્થળે
ધનુસરા મોડાસા રોડ પર આવેલ શિકા ચોકડી હાઇવે પર એંશુલેશન કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી આ ટ્રક જંબુસર થી રાજેસ્થાન તરફ જઈ રહી હતી અચાનક ચાલુ ટ્રકમાં આગ લાગી હતી જેને લઇ ધનસુરા મોડાસા હાઇવે પર વાહનોની કતારો લાગી હતી મળતી માહિતી અનુસાર રાત્રીના રાત્રે 3 વાગ્યાની આસ પાસ આ આગની ઘટના બની હતી જેમાં ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે આગ લાગતા મોડાસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચી હતી અને ફાયર દ્વારા ફોમ તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ટ્રકમાં આગ લાગતાની સાથે પોલિસ પણ ઘટના સ્થળે પોહચી હતી જોકે ટ્રક ચાલક તેમજ ક્લિનર નો બચાવ થયો હતો. ટ્રકમાં કયાં કારણોસર આગ લાગી હતી તે જાણવા મળ્યું ન હતું