DEDIAPADAGUJARATNARMADA

સાગબારા રસ્તો ખુલ્લો કરાવવા ગ્રામજનો છેલ્લા 11 વર્ષથી લડી રહ્યા છે કાનૂની લડત

સાગબારા રસ્તો ખુલ્લો કરાવવા ગ્રામજનો છેલ્લા 11 વર્ષથી લડી રહ્યા છે કાનૂની લડત

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/03/2025 – સાગબારા તાલુકાના ખોપી ટેલિઆંબા ના સીમાડે કરતલ જતા રસ્તે જાહેરહિત નો રસ્તો ખુલ્લો કરાવવા ગ્રામજનો છેલ્લા 11 વર્ષથી લડી રહ્યા છે કાનૂની લડત.કલેકટરે દબાણ દૂર કરવા હુકમ કર્યો છતાં અહીં પરિસ્થિતિ માં કોઈજ ફેર નહીં સાગબારા મામલતદાર દ્વારા કલેકટરના હુકમની પણ કરવામાં આવી રહી છે અવગણના જાહેરહિતનો રસ્તો ,દબાણ દૂર કરાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદો છતાં કોઈજ નિવારણ નહીં 28 માર્ચ સુધીમાં રસ્તો અને દબાણ દૂર નહીં થાય તો ગ્રામજનોની ધરણા ઉપર બેસવા માટેની તૈયારી

સાગબારા તાલુકાના ખોપી ટેલિઆંબા ગામે જાહેરહિતના રસ્તા ઉપર વર્ષોથી કરવામાં આવેલ દબાણ દૂર કરવા ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે છતાં કુંભકર્ણ નીંદર માંથી તંત્રને જાગવા માટે સમય નથી ,છેલ્લા 11 ,11 વર્ષથી ગ્રામજનો તાલુકા કક્ષાએથી માંડી જિલ્લા કક્ષાએ અનેકો ફરિયાદો કરવા છતાં અને આ દબાણ દૂર કરવા કલકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી દબાણો કરવામાં તાલુકાના અધિકારીઓને લાગે છે કે સમય નથી, આથી 28 તારીખ સુધીમાં જો આ દબાણો કરવામાં ન આવે તો ગ્રામજનો દ્વારા ધરણા ઉપર બેસવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના ખોપી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ટેલિઆંબા ગામના સીમાડે કરતલ ગામ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા 11 વર્ષોથી ગામના જ વ્યક્તિ દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરી દેવાતા આ દબાણ દૂર કરવા અને રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામજનો દ્વારા છેલ્લા 11 ,11 વર્ષીથી કાનૂની દાવપેચ ની લડત આપી રહ્યા છે. છતાં આ દબાણ અને જાહેરહિત નો રસ્તો ખુલ્લો કરાતો નથી. જિલ્લા કલેકટર દ્વારા પણ આ દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદારને હુકમ કર્યો છે છતાં કુંભકર્ણ ની નીંદર માનતા અધિકારીઓ કલેકટરના હુકમની પણ અવગણના કરી રહ્યા છે અને આવા દબાણો કરનારા પરિબળોને સાથ આપી રહયા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો છે છતાં સ્થાનિક અધિકારીઓ જાહેરહિતનો રસ્તા ઉપર થયેલ દબાણ દૂર નહીં કરવા જાણે મન મક્કમ બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે.

જ્યારે કે તારીખ 20,2,24 / 26,4,24/ 16,5,24 અને તારીખ 31,5,24 ના રોજ એમ ચાર ચાર વખત કલેકટર નર્મદા દ્વારા આ જાહેરહિતનો રસ્તો અને દબાણ દૂર કરવા હુકમ કર્યો હોવા છતાં સ્થાનિક અધિકારીઓ કયા મુહરત ની રાહ જોઈ રહ્યા છે તે લોકોને સમજાતું નથી. શુ તાલુકા મામલતદાર જિલ્લા કલકેટરના હુકમની અવગણના તો નથી કરી રહ્યા ને ? જ્યારે કે તારીખ 26,6,23 ના રોજ થયેલ હૂકમ મુજબ દબાણ ની સરકારી ધારાધોરણ પ્રમાણે માપની પણ કરવામાં આવેલ છે અને તેની માપણીશીટ પણ સાગબારા મામલતદારને રજૂ પણ કરવામાં આવી હોવા છતાં જાહેરહિતના દબાણ દૂર કરવાના કલકેટરના હુકમની પણ સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે.

આ બાબતે ગ્રામજનો દ્વારા આ હુકામોના આધારે તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો માં પણ મૌખિક અને લેખિતમાં ફરિયાદો કરેલ હોવા છતાં સ્થાનિક કક્ષાએથી આ દબાણો દૂર કરવા કોઇપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી.અને જાહેરહિત નો રસ્તો આજદિન સુધી ખુલ્લો કરાયો નથી કે નથી દબાણ કરનાર વ્યક્તિ વિરુધ્ધ કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.ડેડીયાપાડા પ્રાંત અધિકારી ને પણ આ બાબતે અરજીઓ આપવામાં આવી છે. અને છેક ગાંધીનગર સુધી ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદો કરી છે અને જણાવ્યું છે કે 28 તારીખ સુધીમાં જો આ દબાણો દૂર નહીં થાય તો ના છુટકે ધરણા ઉપર બેસી ન્યાય માંગવા મજબુર થવું પડશે.હવે જોવું રહ્યું કે આ ગરીબ ગ્રામજનોને સબકા સાથ સબકા વિકાસ વાળી સરકારમાં ન્યાય મળે છે કે નહીં.

Back to top button
error: Content is protected !!