
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ગ્રામપંચાયતની લાલીયાવાડી સામે આવી, પંચવટી વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ભરાયા, ગંદા પાણી થી રોગચાળો થવાની પણ સંભાવના
મેઘરજ ગ્રામ પંચાયત અવનવી ચર્ચામાં આગવી છાપ ધરાવતું હોય તેવો ઘાટ છે જેમાં રોડ રસ્તા ને લઇ ગટર સુધીના વિવિધ કામોમાં આક્ષેપો ઉઠ્યા છે. લોકો પોતાની અને આમ જનાતાની આપવીતી ગ્રામ પંચાયત સમક્ષ મૂકે છે છતાં કોઈજ નિકાલ ન આવતો હોય તેવો ઘાટ છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયત ચર્ચામાં છે. ત્યારે ફરી એક વાર ચર્ચામાં આવી છે મેઘરજ ગ્રામપંચાયત જેમાં પંચવટી વિસ્તારમાં ગટર ઉભરાતા પાણી રસ્તા પર ભરાયા હતા આ બાબતે સ્થાનિકો ધ્વારા અનેક વખત ગ્રામપંચાયત ને લેખીત અને મૌખિક રજુઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી પરંતુ છેલ્લા પંદર દીવસ થી રજુઆત કરવા છત્તા તંત્ર નીદ્રામાં હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે બીજી બાજુ સ્થાનિક સમસ્યાઓ નો નિકાલ નથી થતો અને ગ્રામ પંચાયત માત્ર વેરા વસુલવામાં રસ હોય તેવી વાત જાણવા મળી હતી રહીશો ગંદા પાણીમાં થઈ જવા મજબુર બન્યા હતા ગટરનું ગંદૂ પાણી ઘર આગળ ભરાતા રોગચાળો થવાની પણ સંભાવના સેવી શકાય છે ગંદ્દા પાણીનો નીકાલ થાય તેવી સ્થાનીકો ની માંગ સેવાઈ રહી છે




