AHAVADANG

સાપુતારાથી નોકરી પૂર્ણ કરી પરત ઘરે આવતી હોમગાર્ડ યુવતીને બાઈક પર ચક્કર આવી નીચે પડી જતા મોત નીપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર સુમનબેન મહાદુભાઈ બાગુલ.ઉ.37 રે.કાંચનપાડા તા.વઘઇ જી.ડાંગનાઓ સાપુતારા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.આજરોજ હોમગાર્ડ યુવતી સુમનબેન બાગુલ સવારનાં અરસામાં નોકરી ઉપર સાપુતારા ગયેલ હતી.અને નોકરી પૂર્ણ કરી બપોરના દોઢેક વાગ્યાનાં અરસામાં સાપુતારાથી એક રાહદારી દિનેશભાઇ મંગળ્યાભાઈ પવાર.રે.બિલમાળની મોટરસાયકલ.ન.જી.જે.15.બી.ડી.1813 ઉપર બેસી શામગહાન ઘરે જવા નીકળેલ હતા.તે વખતે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં હનુમાનજીનાં મંદિર નજીક ચાલુ મોટરસાયકલ ઉપર અચાનક ચક્કર આવી જતા મોટરસાયકલ ઉપરથી નીચે પડી જતા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.જે બાદ આ હોમગાર્ડ યુવતીને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવી હતી.પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે હોમગાર્ડ યુવતીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ છોડી દેતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કરી હતી.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!