BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: ગૃહમંત્રી ડ્રગ્સના દુષણને ડામવા નિષ્ફળ નિવડ્યા હોવાના AAPના આક્ષેપ, રાજીનામાંની માંગ સાથે કલેકટરને આવેદન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઇડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે.

તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે. ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!