રાજુલા શહેરમાં ટ્રેન હેડફેટે એક યુવતી નું મોત
રાજુલા પોલીસ તેમજ 108 ઘટના સ્થળે

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા મહુવા રોડ ઉપર ટ્રેન હેડફેટેડ એક યુવતીનું મોત
108 તેમજ રાજુલા પોલીસ ધટના સ્થળે દોડી આવી
પોલીસ આવે ત્યાં સુધી ટ્રેન સ્થળ પર જ ઉભી રાખવામાં આવી
ધટના ની જાણ વાયુ વેગે પ્રસરતા લોકો ના ટોળે ટોળા એકત્રિત
રાજુલા મહુવા રોડ ઉપર ટ્રેન હેડફેટે એક યુવતીનું મોત રાજુલા મહુવા રોડ ડુંગર રોડ પર આવેલ ફાટક પાસે આ ધટના બનવા પામી આ ઘટનાની જાણ રાજુલા પોલીસ તેમજ 108 ને કરવામાં આવતા108 તેમજ રાજુલા પોલીસ બંને ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ વાયુ વેગે શહેર માં જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થયેલા આ અકસ્માત થતા આ ટ્રેન થોડીવાર માટે રોકી દેવામાં આવેલી પરંતુ પોલીસ આવ્યા બાદ આ ટ્રેન ની માહિતી તેમજ અકસ્માત ની ધટના ની માહિતી રાજુલા પોલીસે લીધા બાદ ફરીથી ટ્રેન રવાના કરી દેવામાં આવી જાણવા મળતી વિગત્વમુજબ આ ટ્રેન હાપા રાજકોટ થી પીપાવાવ તરફ જઈ રહી હતી અને જેમાં ગેસના ખાલી ટેન્કર ટ્રેન પીપાવાવ ભરવા માટે જઈ રહેલ હોવાનું જાણવા મળેલ છે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરેલ છે પરંતુ મરનાર યુવતી ક્યાની છે તે વિગત જાણવા મળેલ નહીં અને આ ધટના કેવી રીતે બની તે તપાસ હાથ ધરેલ મૃતક ને રાજુલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ ત્યારબાદ પોલીસો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તેમજ વિવિધ ન્યુઝ ક્ષેત્રે સંપર્ક કરીને આ વ્યક્તિ કોણ અને ત્યાંની તે જાણવા માટે ભારે જહેમત ઉઠાવેલ ત્યારે સતત મહેનત બાદ આ યુવતી ચૌહાણ ગીતાબેન ભીખાભાઈ ઉમર 47 ગામ ગાજીયાવદર હોવાનું જાણવા મળે છે અંતમાં પોલીસના જણાવવા મુજબ અને પરિવારના જણાવવા મુજબ આ યુવતી માનસિક તકલીફ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે




