MORBI:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
MORBI:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકા તથા રિંગ રોડને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં આજે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મળ્યા બાદ મોરબીમાં તેઓનો પ્રથમ કાર્યક્રમ છે. મહાપાલિકા મળવા બદલ તમામ મોરબીવાસીઓને અભિનંદન. વિકાસકામો ગુણવત્તાવાળા થાય તેવા પૂરતા પ્રયાસ ક૨વામાં આવશે. જે કામ અમારા ધ્યાને મુકાઈ છે તે તમામ કામો મંજુર થઈ જ જાય છે.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચવેલ રૂ.30 કરોડના કામ ગઈકાલે મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સૂચવેલ જીઆઇડીસીનું રૂ.90 કરોડનું કામ પણ આજે મંજુર થયું છે. તેઓએ ઉમેર્યું કે કામ ક્વોલિટી વાળા થવા જોઈએ કે ધારાસભ્યોને 5 વર્ષ બાદ એમ થવું જોઈએ કે હવે કયુ કામ મંજુર કરાવવા જવું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે તેઓ દ્વારા ડેશબોર્ડમાં દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે છે. મોરબી સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર છે.મહાપાલિકા મળ્યા બાદ હવે તેને વધુ વેગ મળશે મોરબીમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે. એટલે સ્વચ્છતા માત્ર નેતાઓ આવે ત્યારે જ થાય તેવું ન ચલાવી લેવાય. રોજ સ્વચ્છતા થવી જોઈએ. તેમાં બધાએ સહકાર આપવો પડશે.
Box – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ પર પહોંચે તે પૂર્વે જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા મુખ્યમંત્રી સ્ટેજ પર આવી રહ્યા છે તેવું એનાઉસમેન્ટ કરવા માટે રકઝક થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું અને રકઝક બાદ કાંતિ અમૃતિયાએ પૂર્વ ભાજપ પ્રમુખ અરવિંદભાઈને સ્ટેજ પરથી નીચે ઉતરી જવા ટકોર કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે
Box – સીએમના આગમન પૂર્વે કોંગ્રેસી-આપના આગેવાનો ડીટેઈન કરવામાં આવ્યા
મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાવ માટે પહોંચ્યા હતા રવાપર ચોકડી ખાતે વિરોધ પક્ષના આગેવાનો દેખાવ કરી વિરોધ નોંધાવતા હતા ત્યારે પોલીસ કોંગ્રેસ અને આપના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ ગયા હતા