સાબરકાંઠા અરવલ્લી સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત સ્વ. લીલાધર પંચાલ સ્કાઉટ – ગાઈડ જીલ્લા મહોત્સવ 2025 શ્રી ડી.એમ.બી.પી.હાઇસ્કુલ બામણા ખાતે સંપન્ન થયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા અરવલ્લી સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત સ્વ. લીલાધર પંચાલ સ્કાઉટ – ગાઈડ જીલ્લા મહોત્સવ 2025 શ્રી ડી.એમ.બી.પી.હાઇસ્કુલ બામણા ખાતે સંપન્ન થયો




કવિ શ્રી ઉમાશંકર જોષીના માદરે વતન બામણા ખાતે જેમણે સ્કાઉટ માં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી અદભુત સેવા આપી છે તેવા બામણા ગામના વતની સ્વ.લીલાધર પંચાલ સાહેબની સ્મૃતિ સહ સાબરકાંઠા-અરવલ્લી બંને જિલ્લાનું સયુંકત જીલ્લા મહોત્સવ નુંઆયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લીની ગિરિમાળામાં અપાર સૌન્દર્ય અને રમણીય વાતાવરણ વચ્ચે જિલ્લા મહોત્સવનું આયોજન સ્કાઉટ પ્રકૃતિ પ્રેમી છે તે ચોક્કસ દર્શાવે છે. કવિ શ્રી ઉમાશંકર જોષીની પંક્તિ અચૂક યાદ આવે “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી”.
જીલ્લારેલીના ઉદ્દઘાટન સેશનમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ધ્વજ હોસ્ટિંગ અને દીપપ્રાગટય કાર્યક્રમ કરવામાં આવ્યો . બામણા કેળવણી મંડળના પ્રમુખશ્રી હરેશભાઈ ઉપાધ્યાય અને મંત્રીશ્રી મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા સ્કાઉટ ગાઈડ રેલી નું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ. ગામના ચોકમા ઉમાશંકર જોષીની પ્રતિમાને સ્નાન કરાવી,સુતરની આંટીથી સન્માનિત કરી,કવિશ્રીના નિવાસસ્થાન ની સફાઈ કરીહર્ષનાદ કર્યો.જેમાં સાબરકાંઠા જીલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત ,અરવલ્લી ચીફ કમિશનર સંગીતાબેન સોની,જીલ્લા ગાઈડ કમિશ્નર ડૉ.ભારતીબેન ચૌધરી,સ્કાઉટ કમિશ્નર નિતિનભાઈ ગુર્જર ,રેન્જર કમિશ્નર
સોનલબેન ડામોર, પીઢગાંધીવાદી સિદ્ધરાજ ભાઈ સોલંકી ,અતુલ ડામોર , નિર્પુણાબેન તેમજ જીલ્લાસ્કાઉટ- ગાઈડ પરિવાર, બામણા કેળવણી મંડળના પ્રમુખશ્રી હરેશભાઈ ઉપાધ્યાય મંત્રી મનોજભાઈ , પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જોદ્ધા તેમજ કારોબારી સામેલ રહી અને ઉમાશંકર જોષી કે જેમણે ગુજરાતી સાહિત્યમાં અદકેરું યોગદાન આપી બામણા ગામને ગૌરવ અપાવનાર કવિવરને વંદન કરવામાં આવ્યા હતાં.
બપોરનું ભોજન લીધા બાદ બીજા સેશનમાં બાળકોને ઘોડેસવારી કરાવતાં શીખવાડી,ક્લાયબિંગ,બ્રિજક્રોસિંગ,દોરડાથી ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરાવી,સ્કીલોરોમાં અંતર્ગત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.જેમાં સ્કાઉટ-ગાઈડ ટ્રૂપ દ્વારા ખજૂરીના પાનમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓ,વૉલપીસ ,વેસ્ટ માથી બેસ્ટ વસ્તુઓ આકર્ષણ નું કેન્દ્ હતી .બાળકો ફાયર બ્રિગેડ થી અવગત થાય તે હેતુથી ફાયર વાનને બોલાવી આપત્તિ સમયે એક સ્કાઉટ શું કરી શકે તે બાબત ની સમજ આપી બાળકોને હિમતનગર નગરપાલિકા પ્રેક્ટિકલ જ્ઞાન ફાયર બ્રિગેડ કર્મચારી દ્વારા આપવામાં આવ્યુ .
સાંજના સમયે ભવ્યાતિભવ્ય કેમ્પ ફાયર અંતર્ગત વિવિધ સ્કાઉટ ગાઈડ ટ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
બીજા દિવસે સવારના પાંચ વાગે વ્યાયામ કરી ત્યારબાદ જલારામ મંદિર ધુલેટા ખાતે પ્રયાણ કર્યું.જ્યાં જલારામ બાપા ના દર્શન કરી મંદિર પરિસરના આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી. સ્કાઉટ બાળકોમાં સાહસ, હિંમતવાન બનાવે છે ત્યારે બાળકોને પર્વતારોહણ કરાવવામાં આવ્યું હતું.જે યાદગાર અવસર બની રહ્યો. સ્કાઉટ ગાઈડ દ્વારા બાળકોને વિવિધ વિકટ પરિસ્થિતિમાં કેવી વર્તન કરવું અને વિવિધ ગેજેટ્સ બનાવવા તથા ઉપયોગનું પ્રેક્ટિકલ બતાવવામાં આવ્યું ત્યારબાદ પ્રસાદી લઈ બપોરના સમયે પરત રેલી સ્થાન આવ્યા.અને
ફિઝીકલ ડિસપ્લેનું અને પિઝંટ શોનુંઆયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી કરાવી મંત્રમુગ્ધ બનાવી દીધા.
*સમાપન* *સમારોહ* પ્રસંગે સ્વ.લીલાધર પંચાલ સાહેબના ધર્મપત્ની શ્રી ગીતાબેનઅને દીકરીઓ માલતીબેન,મીનાબેન,હીનાબેન ઉપસ્થિત રહ્યાં હતાં.તેમનું સન્માન કરવામાં આવ્યું સાથે સ્વ.લીલાધર પંચાલ સાહેબને મરણોત્તર સન્માન પત્ર આપી તેમની સેવાઓની નોંધ લેવામાં આવી હતી.આ સમયે બામણા કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી પૂર્વ સરપંચશ્રી રાજેન્દ્રસિહ જોધ્ધા બામણા શ્રી ડી.એમ.
બી.પી હાઇસ્કુલના આચાર્ય અરવિંદભાઈ પટેલ તથા શાળા
પરિવાર,કોલેજ ના પ્રિન્સિપાલ અક્ષયભાઈ પ્રજાપતિ તથા કોલેજ પરિવાર તેમજ બાળકો હાજર રહ્યા હતાં. સ્કાઉટ ચીફ કમિશનર આદરણીય અતુલ દીક્ષિત સાહેબ દ્વારા સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ વિશે સમજૂતી આપી હતી સંગીતાબેન સોની દ્વારા રાષ્ટ્ર ધળતર નિર્માણ,ચારિત્ર્ય નિર્માણ અને સેવા માટે આહ્વાન આપવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને જિલ્લા મહોત્સવમાં હાજર રહેવા બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા ટ્રેનિંગ કમિશ્નર H.W.B. શ્રી વિષ્ણુભાઈ સોલંકીએ
સુપેરે નિભાવીજીલ્લા રેલી મહોત્સવ ને સફળ બનાવ્યો હતો. જેના થકી એક અવિસ્મરણીય અનુભવ પ્રાપ્ત થયો. One scout is always scout.ની અનુભૂતિ દરેક ને થઈ. આદરણીય અતુલ દીક્ષિત સાહેબના માર્ગદર્શન તળે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સ્કાઉટ ગાઈડ જિલ્લા મહોત્સવ સફળ રહ્યો હતો.



