GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે.

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાઓની મિલીભગત ની શંકા, 35 થી વધુ વિડીઓમાં પોલીસ હપ્તા લેવા જાય છે. તેવા આપવામાં આવ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી – ધારાસભ્ય ચૈતર વસાવા.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ ₹20,000 કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો, તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં. આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે ₹7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. બીજી બાજુ ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઇડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ અવારનવાર આ જીઆઇડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે અરજી કરી અને પોલીસ વડાને પોલીસ કર્મચારીઓના 35 જેટલા વિડીયો પણ આપ્યા,

જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસે હપ્તો લેવા જાય છે. આવા પુરાવા આપ્યા હોવા છતાં પણ આજ સુધી કોઈ પોલીસ અધિકારી કે દારૂના વેપારી પર કાર્યવાહી કરવામાં આવી નથી. ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ તમામ ઘટનાઓ સરકાર અને પોલીસની સામે ઘટી રહી છે તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, જેના કારણે અમને શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પોતાનો હપ્તો પહોંચાડતા હશે. તો અમારી માંગ છે કે જો ગુજરાતના

યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે. જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે.માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ, જયેશભાઇ ગડકરી, સુરેશભાઇ પાંડે, વસીમભાઈ પાન વાલા સહિતના કાર્યકતાઓ નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા અપીલ કરી

Back to top button
error: Content is protected !!